Mosquitoes Home Remedies​​: મચ્છરોથી છુટકારો મેળવવા શું કરવું?


By Vanraj Dabhi24, Mar 2025 11:20 AMgujaratijagran.com

મચ્છરોથી છુટકારો

ઉનાળાના દિવસોમાં મચ્છરોનો ત્રાસ મુશ્કેલી સર્જે છે. મચ્છરોથી છુટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપચાર અસરકારક સાબિત થઈ શકે છે.

લીમડાનો ધુમાડો કરો

કડવા લીમડાના પાન સળગાવો, તેનો ધુમાડો મચ્છરોથી બચવે છે. તમે તેને કપૂર સાથે પણ ધુમાડો કરી શકો છો.

તુલસીનો છોડ

તુલસીના પાનની ગંધ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. ઘરની બારી કે દરવાજા પાસે તુલસીનો છોડ લગાવવાથી મચ્છરો અંદર આવતા અટકાવે છે.

નાળિયેર તેલ અને લીમડાનું મિશ્રણ

નારિયેળ અને લીમડાનું તેલ અથવા લીમડાને પીસીને મિક્સ કરીને શરીર પર લગાવવાથી મચ્છરો નજીક આવતાં અટકે છે. તે મચ્છર ભગાડવાની કુદરતી રીત છે અને તે ત્વચાને નુકસાન પણ નથી કરતું.

કપૂરનો ધુમાડો

કપૂરમાં રહેલા પ્રાકૃતિક તત્વો મચ્છરોને ભગાડે છે. રૂમમાં કપૂર સળગાવો અને થોડી વાર માટે બારી-બારણાં બંધ કરી દો. થોડીવારમાં મચ્છર ગાયબ થઈ જશે.

લસણ સ્પ્રે

લસણની તીખી ગંધ મચ્છરોને દૂર રાખવામાં મદદ કરે છે. લસણની થોડી કળીઓને પાણીમાં ઉકાળી પછી તે ઠંડુ થાય એટલે તેને સ્પ્રે બોટલમાં ભરીને ઘરના ખૂણે-ખૂણે છાંટવાથી મચ્છરો ભાગી જશે.

લેમનગ્રાસ અને લવંડર તેલ

લેમનગ્રાસ અને લવંડર તેલની સુગંધ મચ્છરોને દૂર રાખે છે. તમે તેને નાળિયેર તેલમાં મિક્સ કરીને શરીર પર લગાવી શકો છો અથવા તેને રૂમ ડિફ્યુઝરમાં મૂકી શકો છો અને તેની સુગંધ ઘરમાં ફેલાવી શકો છો.

ઘરગથ્થુ ઉપાયો

આ સરળ ઘરગથ્થુ ઉપાયો અપનાવીને, તમે મચ્છરોથી બચી શકો છો.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધીત આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કુમાર વિશ્વાસ એવા શાકભાજી ખાય છે, જે શાક માર્કેટમાં નથી મળતી, જાણો તેની ખેતી ક્યા થાય છે