જો દાંત બરાબર સાફ ન કરવામાં આવે તો તે પીળા પડવા લાગે છે. દાંતનુ પીળાપણું એ તમારી છબીને ખરાબ દેખાડે છે, આવી સ્થિતિમાં, જો તમે 3 ઘરેલું વસ્તુઓનો ઉપયોગ કરશો તો તમારા દાંત મોતીની જેમ ચમકશે અને તમારે શરમજનક સ્થિતીમાં પણ નહી મુકાવું પડે.
ટાર્ટાર એ પાતળું પીળું પડ છે જે ખોરાક ખાવાથી બને છે. જો તેને સમયસર સાફ ન કરવામાં આવે તો તે ધીમે ધીમે દાંતમાંથી પેઢા સુધી પહોંચે છે અને દાંતને અંદરથી પોલા પણ બનાવી શકે છે.
તમારા દાંતને મોતી જેવા સફેદ બનાવવા માટે, તમે તેને ખાવાના સોડાથી સાફ કરી શકો છો. તેનાથી તમારા દાંતની પીળાશ દૂર થશે.
મીઠું અને સરસવના તેલનો ઉપયોગ દાંતમાંથી ગંદકી સાફ કરવા માટે કરવામાં આવે છે. આ બેક્ટેરિયાને ખતમ કરવામાં મદદ કરે છે
આ માટે લીંબુની છાલને 2 મિનિટ સુધી દાંત પર ઘસો. પછી તમારા મોંને સારી રીતે ધોઈ લો અને તમારા દાંત સાફ કરો.
લીંબુની છાલમાં સીટ્રિક એસિડ હોય છે, જે દાંતને સફેદ કરવામાં મદદ કરે છે. તમે રોજ પણ ઉપયોગ કરી શકો છો
જો રેગ્યુલર બ્રશ કરવાથી પણ તમારા દાંત હંમેશા પીળા રહેતા હોય તો એક્ટિવેટેડ ચારકોલ તેમા મદદરૂપ થઈ શકે છે. આ માટે, ભીના ટૂથબ્રશને પાઉડર એક્ટિવેટેડ ચારકોલમાં સારી રીતે ડુબાડો અને તેનાથી બ્રશ કરો.