સફેદ શૂઝ ગંદા થઈ ગયા?- ચિંતા છોડો, આ ટિપ્સ અજમાવો; પછી જુઓ એકદમ નવા જેવા ચમકશે


By Sanket Parekh19, Apr 2023 04:26 PMgujaratijagran.com

સાબુ અને પાણી

સાબુ અને પાણીનું મિશ્રણ બનાવો અને તેને એક બ્રશ પર લગાવીને તેનાથી તમારા શૂઝ સાફ કરો. આમ કરવાથી શૂઝ એકદમ ચમકી જશે.

બેકિંગ સોડા અને ડિટરજન્ટ

બેકિંગ સોડા અને ડિટરજન્ટની મદદથી એક પેસ્ટ બનાવી દો અને તેને શૂઝ પર લગાવીને છોડી દો. થોડીવાર બાદ નોર્મલ વૉશ કરો. તમારા શૂઝ ચમકી ઉઠશે.

ટૂથપેસ્ટ

ગંદા શૂઝને સાફ કરવા માટે તેને પહેલા ભીના કપડાથી સાફ કરી દો, પછી શૂઝ પર લાગેલા દાગ પર ટૂથપેસ્ટ લગાવો. હવે બ્રશથી શૂઝને સાફ કરો.

વિનેગર અને બેકિંગ સોડા

અડધા કપ વિનેગરમાં ચોથા ભાગનો બેકિંગ સોડા મિલાવો. આ મિશ્રણને શૂઝ પર સારી રીતે રગડો. આમ કરવાથી શૂઝના ડાઘ તો સાફ થશે. આ સાથે જ તેની ચમક પણ પાછી આવશે.

લીંબુનો રસ

આ માટે એક કપ પાણીમાં લીંબુનો રસ નાંખો. હવે કપડાથી ડાઘ વાળી જગ્યાએ આ મિશ્રણ લગાવો. આમ કરવાથી ડાઘ દૂર થવા સાથે જ શૂઝ નવા જેવા ચમકવા લાગશે.

નેઈલ પેઈન્ટ રિમૂવર

સફેદ સ્નીકરને ચમકાવવા માટે નેઈલ પેઈન્ટ રિમૂવર ખૂબ જ કામની ચીજ છે. નેઈલ પેઈન્ટ રિમૂવરથી રૂ પલાળ્યા બાદ સ્નીકરમાં પડેલા ડાઘ પર લગાવો. આમ કરવાથી ડાઘ દૂર થઈ જશે

બ્લીચ

સફેદ શૂઝને તમે બ્લીચની મદદથી પણ સાફ કરી શકો છો. બ્લીચનો ઉપયોગ કરવાથી જિદ્દી ડાઘ સરળતાથી દૂર થઈ જશે

ESIC Scheme સાથે ફેબ્રુઆરી મહિનામાં ESIC સાથે જોડાયા 16.03 લાખ નવા સભ્યો