કર્મચારી રાજ્ય વિમા નિગમ (ESIC)એ ફેબ્રુઆરી,2023માં 16.03 લાખ નવા સભ્યો જોડ્યા છે. મંગળવારે આ અંગેની આંકડાકીય માહિતી સામે આવી હતી.
શ્રમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે કર્માચારી રાજ્ય વિમા નિગમ અંતર્ગત ફેબ્રુઆરીમાં આશરે 11,000 નવા પ્રતિષ્ઠાન નોંધણીકૃત કરવામાં આવ્યા છે, જે પોતાના કર્મચારીઓને સામાજિક સુરક્ષા આપે છે.
એક નિવેદન પ્રમાણે મહિનામાં જોડવામાં આવેલ કુલ 16.03 લાખ કર્મચારીઓમાં 25 વર્ષ સુધીની ઉંમરના 7.42 લાખ સભ્ય છે.
આંકડાકીય માહિતી પ્રમાણે ફેબ્રુઆરીમાં કુલ 49 ટ્રાન્સજેન્ડર કર્મચારીઓની ESI યોજના અંતર્ગત નોંધણી થઈ હતી. પેરોલના આંકડા હંગામી છે. કારણ કે તે સતત અપડેટ થઈ રહ્યા છે.