ફક્ત શરીર અને ચહેરાની જ નહીં પરંતુ આંખોની પણ સફાઇ જરૂરી છે. આ માટે સરળ રીતે આંખોની સફાઇ રાખવાથી આંખોને લગતી સમસ્યા દૂર થઇ શકે છે.
આંખોની નિયમિત સફાઇ કરવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરવો. ઠંડા પાણીથી આંખો સાફ કરવાથી ગંદકી બહાર આવવાની સાથે આંખોને હાઇડ્રેટેડ પણ રાખી શકાય છે.
ઘણી વાર હવાને કારણે અથવા પ્રદૂષણના લીધે આંખોની અંદર નાના નાના રજકણો જાય છે. આ માટે તમારી પાપણોને ઉપર- નીચે, ડાબી-જમણી બાજુ ગોળ ગોળ ફેરવવાથી આંખોની ગંદકી બહાર નીકળી શકે છે.
ઘરમાં બનાવેલું ગુલાબ જળની એક બે ટીપા આંકોમાં નાખો. કોટનને ગુલાબ જળમાં પલાળીને આંખો પર રાખવાથી આંખોની ગંદકી સાફ થવાની સાથે દુખાવામાં પણ રાહત મળે છે.
આંખો પર ખીરાનો રસ લગાવવાથી અથવા તેના કટકા આંખો પર મૂકવાથી ઘણો લાભ મળે છે. આનાથી આંખોનો દુખાવો, ગંદકી અને શુષ્કતા દૂર કરવામાં મદદ મળે છે.
ઘરીથી બહાર નીકળતા સમયે ચશ્મા લગાવવાથી આંખોને ઘણી સમસ્યાથી બચાવી શકાય છે. આંખો પર ચશ્મા લગાવવાથી ધૂળ, માટી અને પ્રદૂષણથી આંખોને બચાવી શકાય છે.
આંખોની ગંદકી સાફ કરવા માટે કોટન કપડાંની મદદ લો. ગંદકી દૂર કર્યા પછી આંખોને પાણીથી ધોઇ લો. ત્યાર બાદ બંને હથેળીને આંખો પર રાખીને ઘસો.
આંખોની ગંદકી સાફ કરવા માટે ડોક્ટરે સૂચવેલા આઇ ડ્રોપની 1થી 2 ટીપા આંખોમાં નાખી શકો છો. ધ્યાન રાખો આઇ ડ્રોપનો ઉપયોગ ડોક્ટરની સલાહ પર કરો અને એક્સપાયરી ડેટ ચેક જરૂર કરવી.