કાચના વાસણ દેખાવમાં ઘણા સુંદર હોય છે, પણ તેની સાવચેતી પણ એટલીજ રાખવી પડતી હોય છે. કાચના વાસણમાં ડાઘ પણ જલદી દેખાઈ આવે છે, અને તેને સાફ કરવા માટેના ડીટરજન્ટ પણ બજારમાં મોંઘા મળે છે. પણ તમને જણાવી દઈએ કે તમે ઘરે પણ કાચના વાસણને સાફ કરી શકો છો, ચાલો જાણીએ કેવી રીતે
જો તમે કાચની ડીશને ચમકદાર બનાવવા માંગતા હોવ તો બોરેક્સ પાઉડરનો ઉપયોગ કરો.
આની માટે પાણીમાં બોરેકસ પાવડરને પાણીમાં મીક્સ કરો, હવે આ પાણીમાં કાચના વાસણ ડુબાડીને રાખી લો, થોડી વાર પછી તેને સાદા પાણીમાં ધોઈ લો.
કાચની ડીશ, ગ્લાસ અને બાકી વસ્તુઓ પરથી ડાઘ દૂર કરવા અમેનીયા અને મીઠાનો ઉપયોગ કરી શકો છો.
કાચના વાસણ પરના ડાઘ-ધબ્બાને દૂર કરવા સરકોનું પાણી પણ ઉપયોગમા લઈ શકાય છે. આનાથી કાચ પર જામેલી ચીકણાઈ પર સાફ થઈ શકે છે.
આની માટે સરકાને પાણીમાં રેડો અને તેમા કાચના વાસણ મુકીને થોડી વાર માટે રહેવા દો. ત્યાર પછી તેને નોર્મલ પાણીથી ધોઈ લો
કાચના વાસણો ધોવા માટે પાણીમાં લીંબુના છોતરા નાખો, હવે અ પાણીને ઉકાળો પછી તેમા લીક્વીડ સોપ નાખીને કાચના વાસણોને સાફ કરો
કાચના વાસણને સાફ કરવા માટે તમે આ ટીપ્સને ફોલો કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરો, આવીજ અન્ય માહીતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.