ઘરમાં લગાવેલી ટાઇલ્સ જો સાફ હોય તો ખૂબ જ સુંદર લાગે છે અને તેને સાફ રાખવું એટલીજ જરુરી છે., જ્યારે ટાઈલ્સ પર લોખંડની વસ્તુઓ રાખવામાં આવે છે તો તેના કાટના નિશાન રહી જાય છે, જેને સાફ કરવું થોડું મુશ્કેલ છે. આ સ્ટોરીમા અમે તમને કેટલીક ઘરેલુ ઉપાયો જણાવવા જઈ રહ્ચા છે જેને તમે વિના ખર્ચે જ ઉપયોગમાં લઈ શકો છો
ટામેટા અને સિંધવ મીઠું મીક્સ કરીને ટાઇલ્સ પરના કાટના ડાઘને સાફ કરી શકાય છે. આ બંને વસ્તુઓથી તરતજ કાટના ડાઘા સાફ થઈ જાય છે.
ડાઘવાળી જગ્યા પર ટામેટા નિચોવી લો પછી તેના પર રોક સોલ્ટ નાખી તેને ઘસીને સાફ કરી લો તેને 5 મિનિટ રહેવા દઈ સાફ કરી લો.
ખાવાનો સોડાથી પણ તમે ટાઈલ્સ પરથી ડાધ દૂર કરી શકો છો, એક મગ ગરમ પાણીમાં ખાવાનો સોડા મિક્સ કરી તેમા, લીંબુનો રસ ઉમેરો અને તેને કાટ લાગેલી જગ્યા પર સ્પ્રે કરો. થોડા સમય પછી નિશાન સાફ થઈ જશે
ટૂથપેસ્ટ ટાઇલ્સ સાફ કરવા માટે ઘણું ઉપયોગી છે, આ માટે પેસ્ટને કાટ લાગેલી જગ્યા પર લગભગ 20 મિનિટ સુધી રહેવા દઈ તેને સાફ કરી લો ડાઘ સાફ થઈ જશે
હવે ટૂથબ્રશની મદદથી ઓ ડાઘના નિશાન પર સ્ક્રબ કરો. આ રીતે સફાઈ કરવાથી કાટના નિશાન ઝડપથી દૂર થઈ જશે.
વિનેગરની મદદથી કાટના ડાઘ પણ સાફ કરી શકાય છે. આ માટે કાટ લાગેલી જગ્યા પર વિનેગર છાંટીને તેને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી તેને હવે તેને બ્રશની મદદથી સાફ કરી લો.
કાટ લાગેલી જગ્યા પર લીંબનો રસ નાખો અને તેની ઉપર રોક મીઠું ભભરાવી દો. તેને લગભગ 5 મિનિટ સુધી રાખ્યા બાદ તેને બ્રશની મદદથી સાફ કરો. લીંબુના રસમા રહેલું એસિડ ડાઘને સાફ કરવામાં મદદ કરે છે.