Mirror Cleaning Tips: મિરર ક્લીનિંગ કરવાની ટિપ્સ એન્ડ ટ્રિક્સ


By Vanraj Dabhi10, Sep 2024 02:48 PMgujaratijagran.com

મિરર ક્લીનિંગ ટિપ્સ

કાચ પરના ડાઘા ઘરની સુંદરતા ઘટાડે છે, કાચમાંથી ડાઘ દૂર કરવા મુશ્કેલ બની જાય છે. ઘણીવાર કાચ સાફ કરવા માટે લોકો ચિંતિત હોય છે.

અરીસાની સફાઈ

આજે અમે તમને મિરર ક્લીનિંગ માટે કેટલીક સરળ ટિપ્સ જણાવીશું. જેની મદદથી તમે આ ડાઘાને સરળતાથી સાફ કરી શકો છો.

વિનેગર

કાચને વારંવાર સાફ કરવા છતા તેના પર ડાઘ રહી જાય તો તમે વિનેગર વડે સફાઈ કરી શકો છો.

બેકિંગ સોડા

પાણીમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને અરીસા પર લગાવીને સાફ કરી શકો છો.

કેવી રીતે સાફ કરશો

સૌ પ્રથમ અરીસાને ભીનો કરી તેના પર બેકિંગ સોડાનું સોલ્યુશન લગાવીને તેને નરમ કપડાં કે સ્પોન્જથી હળવા હાથે સાફ કરો.

વિનેગર-બેકિંગ સોડા

આ સિવાય વિનેગર અને બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ બનાવીને જીદ્દી ડાઘ દૂર કરી શકાય છે.

આ ખાસ ધ્યાનમાં રાખો

અરીસાને સ્પ્રે બોટલમાં ક્લીનિંગ સોલ્યુશન ભરી ગ્લાસને સરખી રીતે ભીનો કરી છાપા વડે પોલિશ કરી શકો છો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

તમારી સાસુને ભૂલથી પણ ન કહેશો આ 7 વાતો