કોઈપણ સંબંધને મજબૂત રાખવા માટે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો આ બાબતોનું ધ્યાન રાખવામાં ન આવે તો સંબંધો બગડવા લાગે છે. તો ચાલો જાણીએ તમારી સાસુને તમારે કઈ વાત ન કહેવી જોઈએ.
સાસરિયાં અને માતાનાં ઘરનાં રીતિ-રિવાજો તદ્દન અલગ હોય છે. જેથી તમારે ક્યારેય તમારી સાસુને કહેવું જોઈએ નહીં કે અમારે ત્યાં તો આ પ્રકારનું નથી થતું. જેનાથી તમારી સાસુને ખરાબ લાગી શકે છે.
જો તમારો તમારા જીવનસાથી સાથે કોઈ વાત પર ઝઘડો થાય અને તમારી સાસુ તમને કોઈ વાત સમજાવે તો તેમને કહો નહીં કે, તમે અમારી વાતમાં ન બોલો. જેનાથી સાસુ અને વહુ વચ્ચે સંબંધમાં તિરાડ આવી શકે છે.
જો તમારી સાસુ તમારા બાળકોને કંઈક આપે છે અથવા ખવડાવે છે, તો તેને ક્યારેય કહેશો નહીં કે તમે મારા બાળકોને બગાડો છો. તેઓને આ વાત ખૂબ જ ખરાબ લાગી શકે છે.
તમારી સાસુ સાથેની કોઈપણ ઝઘડા દરમિયાન તમારે એવું ન કહેવું જોઈએ કે, હું તમારા પુત્રને તમારા કરતાં વધુ ઓળખું છું. આ સાંભળની તમારા અને સાસુ વચ્ચેના સંબંધમાં તિરાડ આવી શકે છે.
ઘણી વખત પતિ-પત્ની વચ્ચે ઘરના કામકાજને લઈને મતભેદ થાય છે. આ માટે તમારે ક્યારેય તમારી સાસુને મજાકમાં પણ ન કહેવું જોઈએ કે, તમે તમારા દીકરાને કંઈ શીખવ્યું નથી. જેનાથી તમારા સાસુ સાથેના સંબંધો બગડી શકે છે.
તમારી અને તમારી સાસુની પસંદગીમાં તફાવત હોઈ શકે છે. પરંતુ તેમના દ્વારા લાવવામાં આવેલ સામાન કે ખાદ્યપદાર્થો દરેક વખતે ના પાડવી જોઈએ નહીં. તેના બદલે, તમે ક્યારેક તમારી સાસુને પસંદ આવતા કપડાં પહેરી શકો છો.
જો તમારી સાસુ તમને કોઈ વાત સમજાવે કે કોઈ નાનું કામ કરવાનું કહે તો તમારે દરેક વાતમાં ના કહેવું જોઈએ નહીં. જેના કારણે સાસુ અને વહુ વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી શકે છે.
માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.