દરવાજાના હેન્ડલને સાફ કરવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરો, ચમકવા લાગશે


By Smith Taral06, Jun 2024 12:10 PMgujaratijagran.com

આપણે ઘર સાફ કરવામાં ક્યારેક બારી-બારણા હેન્ડલ સાફ નથી કરતા હોતા, વારંવાર હેન્ડલને સ્પર્શ કરવાથી તે ઝડપથી ગંદા થઈ જાય છે અને સમય જતા તેની ચમક પણ ઓછી થઈ જાય છે. ચાલો જાણીએ આને સાફ કરવાના કેટલાક ઘરેલું ઉપાય

ડીશ વોશર

મોટાભાગે ક્રોમ ડોર હેન્ડલ્સ અને નિકલ ડોર હેન્ડલ્સ બારણા પર લગાવવામાં આવે છે જેન અમુક સમય પછી ચમક ગુમાવી દે છે, આ માટે તમે ડિશ વૉશ લિક્વિડથી સાફ કરી શકો છો

આવી રીતે ઉપયોગમાં લો

એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી ડિશ વૉશ લિક્વિડ મિક્સ કરી તેને સ્પ્રે બોટલમાં ભરી દો

સ્પ્રે કરો

હવે ડોર હેન્ડલ પર સોલ્યુશન સ્પ્રે કરો, પછી તેને કોટનના કપડાથી સાફ કરી લો. આ સિવાય તમે સોલ્યુશનમાં કપડાને પલાળીને પણ હેન્ડલ સાફ કરી શકો છો.

કેવી રીતે જીદ્દી ડાઘ દૂર કરશો

તમે આ સોલ્યુશનની મદદથી સ્ટેનલેસ સ્ટીલના હેન્ડલ્સને પણ સાફ કરી શકો છો. હેેન્ડલ પરના ઝીદ્દી ડાઘ દૂર કરવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકો છો

કેવી રીતે જીદ્દી ડાઘ દૂર કરશો

તમે આ સોલ્યુશનની મદદથી સ્ટેનલેસ સ્ટીલના હેન્ડલ્સને પણ સાફ કરી શકો છો. હેેન્ડલ પરના ઝીદ્દી ડાઘ દૂર કરવા માટે સફેદ વિનેગરનો ઉપયોગ કરી શકો છો

સરકો અને ઓલિવ તેલ ઉકેલ

ઓલિવ ઓઈલ અને સફેદ વિનેગરને પણ હેન્ડલ સાફ કરવામાં માટે ઉપયાગમાં લઈ શકો છો, આ માટે એક બાઉલમાં બંને લીક્વડને સરખા પ્રમાણમાં મિક્સ કરો અને કપડાની મદદથી સ્ટીલના હેન્ડલને સાફ કરો.

ખાવાનો સોડા અને પાણી

તમે બેકિંગ સોડા અને પાણીના સોલ્યુશનથી પણ દરવાજાના નૉબને સાફ કરી શકો છો. આનાથી હેન્ડલ્સ સરળતાથી સાફ થઈ જાય છે.

વડોદરામાં આ સ્ટ્રીટ ફૂડ આઈટમ્સ જરૂરથી ટ્રાય કરવી જોઈએ