ખાવા પીવાના શોખીન માટે વડોદરા હંમેશા લોકપ્રીય સ્થળ રહ્યું છે. સવારના નાશ્તા માટે વડોદરામાં તમે એક થી એક સ્વાદિશ્ટ ડીશ ટ્રાય કરી શકો છો. ચાલો જાણીએ વડોદરામાં મળતી કેટલીક સ્ટ્રીટ ફૂડ આઈટમ વિશે જે સાંભળીને તમારા મોંઢામાં પાણી આવી જશે
ઘઉંમાંથી બનેલી મસાલેદાર કચોરીમાં મરચાં લસણની ચટણી, ડુંગળી, ટામેટાં, સેવ અને પફ્ડ રાઇસ અને સેવનું સ્ટંફીગ હોય છે જેને આમલીની ચટણી સાથે ખાવામાં આવે છે. આ વડોદરાની સ્ટ્રીટ પર ખાસ કરીને જૂના શહેર વિસ્તારમાં (મંગલ બજાર) ખૂબ જ લોકપ્રિય છે.
દાળ વડા એ વડોદરાનું બીજું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ છે. તે બહારથી સોનેરી ક્રિસ્પી અને અંદરથી નરમ, સ્પંજી અને ફ્લફી હોય છે. આને તમે એ કપ ગરમ ચા સાથે ખાઈ શકો છો
પાવ વચ્ચે મસાલેદાર બટાકા મગફળી અને તીખી મીઠી ચટણીના સ્ટફીંગથી ભરેલી દાબેલી પણ વડોદરાનું ફેવરીટ સ્ટ્રીટ ફૂડ છે. આને સમારેલી ડુંગળી, મસાલેદાર મગફળી અને દાડમથી ગાર્નીશ કરી પીરસવામા આવે છે
ભારતમા બર્ગરને ઈન્ડીયન સ્ટાઈલમાં બનાવવામાંઆવે છે જેમાં ડીપ-ફ્રાઈડ પૅટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ફ્લફી પાવમાં લપેટીને મસાલેદાર ચટણી સાથે સર્વ કરવામાં આવે છે
ભારતમા બર્ગરને ઈન્ડીયન સ્ટાઈલમાં બનાવવામાંઆવે છે જેમાં ડીપ-ફ્રાઈડ પૅટીનો ઉપયોગ કરવામાં આવે છે, જેને ફ્લફી પાવમાં લપેટીને મસાલેદાર ચટણી સાથે સર્વ કરવામાં આવે છે
પાવ ભાજી એ સેવ ઉસળ જેવી એક ડીશ છે, બાફેલા બટાકા સાથે વિવિધ શાકભાજી અને મસાલા ઉમેરીને ટેસ્ટી ભાજી બનાવવામાં આવે છે સાથે તેમા બટર, લીંબુનો રસ, નાની સમારેલી ડુંગળી નાખીને પાવ સાથે પરોસવામાં આવે છે
ભાકરવાડી અને લીલો ચેવડો વડોદરાનો સૌથી લોકપ્રિય ફરસાણ છે. વડોદરામાં આનુંટ મોટા પ્રમાણમાં વેચાણ કરવામાં આવે છે, વડોદરાની મુલાકાત લેવા આવતા લોકો પણ ભાખરવડી અને લીલો ચેવડોની ખરીદી જરુરથી કરે છે