પિતા પણ બાળકને તેની માતા જેટલો જ પ્રેમ કરે છે, અને તેમની ખુશી અને સુરક્ષા માટે કંઈ પણ કરી છુટવા તૈયાર હોય છે. જો તમે પણ તમારા પિતાને તમારો પ્રેમ દર્શાવો માંગતા હોવ તો તમે આ સુંદર સુવિચાર કહીને સંભળાવી શકો છો, તમે તેમના જન્મદિવસ પર તેમને મોકલીને વીશ કરી શકો છો
કમાયેલું ધન દીકરાને આપવા અને કાળજાનો કટકો પારકાને આપવા માટે આખી જિંદગી સફર કરતું વ્યક્તિત્વ એટલે પિતા
પિતા એ હસ્તી હોય છે, સાહેબ જેના પગરખાથી પણ દીકરીને પ્રેમ હોય છે
હાથમાં તલવાર છે વાણીમાં ધાર છે છતાં શાંત છું કારણકે મારા પિતાના સંસ્કાર છે
એક પિતા તેમના બાળકનો પહેલો અને સૌથી મોટો હીરો છે.
આંખમાં પ્રેમ દર્શાવ્યા વગર પ્રેમ કરનાર એટલે પિતા
પિતા એક એવો મિત્ર છે કે જેના પર આપણે હંમેશા ભરોસો રાખી શકીએ
હું રાજકુમારી છું એટલા માટે નહીં કે મારી પાસે રાજકુમાર છે, પરંતુ એટલા માટે કે મારા પિતા રાજા છે