મધમાખીનો ડંખ ઘણો પીડાદાયક હોય છે, જ્યારે મધમાખી કરડે છે ત્યારે આપણે હાંફળા ફાંફળા થઈ જઈએ છે. આવા કિસ્સામાં જો તમે આ સરળ ઘરેલું ઉપચાર કરો છો તો દુખાવામાં રાહત મેળવી શકો છો
જ્યાં મધમાખીએ ડંખ માર્યો હોય ત્યારે ઘરમા રાખેલી કોઈ પણ લોખંડની વસ્તુ લઈ તેના ઉપર હળવા હાથે ઘસો
લોખંડની ચાવી, તાળું અથવા કોઈપણ નાની વસ્તુ લઈને ડંખ ઉપર ઘસો, આનાથી સોજો ઓછો થશે અને દુખાવામાં રાહત મળશે
આવા કિસ્સામાં મઘનો ઉપયોગ કરી શકો છો, મધમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે મધમાખીના ડંખની અસરને ઘટાડવામાં મદદ કરે છે.
બેકિંગ સોડાને થોડા પાણીમાં મિક્સ કરીને ડંખવાળી જગ્યા પર લગાવાથી પણ તમે દુખાવામા અને સોજામા રાહત મેળવી શકો છો
બેકિંગ સોડાને થોડા પાણીમાં મિક્સ કરીને ડંખવાળી જગ્યા પર લગાવાથી પણ તમે દુખાવામા અને સોજામા રાહત મેળવી શકો છો
તુલસી પણ આમા ઉપયોગી નીવડે છે, આ માટે તુલસીના પાનનો ભૂકો કરી તેને ડંખની જગ્યાએ લગાવી લો. તુલસીના કેટલાક પાનનો પેસ્ટ બનાવીને પણ લગાવી શકો છો.
પાણીના થોડા ટીપાંમાં ચૂનો મિક્સ કરો અને તેને ડંખની જગ્યા પર લગાવી તેને 10 મિનિટ સુધી લગાવી રાખો.