તાંબાના વાસણને સાફ કરવા માટે ઘણી વાર મુશ્કેલી પડતી હોય છે, એ સામાન્ય ડીશવોશરથી સાફ નથી થઈ શકતા. તાંબાના વાસણને સાફ કરવા માટે ખાવાના સોડા અને લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. આવો જાણીએ તેની સાફ કરવાની સરળ રીત
તાંબાના વાસણ ધોવા માટે તમારે જોઈશે ખાવાનો સોડા, તાજા લીંબુનો રસ, નરમ કપડું અથવા સ્પોન્જ અને પાણી
બેકિંગ સોડા અને લીંબુના રસને મીકસ કરીને જાડી પેસ્ટ બનાવી લો, પરતું તેમા કોઈ ગઠ્ઠો ન રહી જાય તેનું ધ્યાન રાખો.
વાસણો પરના ડાઘ સાફ કરવા માટે 2-3 મિનિટ સુધી પેસ્ટને હળવા હાથે સ્ક્રબ કરો. લીંબુના રસમાં રહેલા એસિડિક ગુણો જીદ્દી ડાઘ સાફ થઈ જાય છે.
સ્ક્રબ કરી લીધા પેસ્ટને દૂર કરવા માટે તાંબાના વાસણોને પાણીથી સારી રીતે ધોઈ લો.
સ્ક્રબ કરી લીધા પેસ્ટને દૂર કરવા માટે તાંબાના વાસણોને પાણીથી સારી રીતે ધોઈ લો.
વાસણો સાફ કરવા માટે સૂકા કપડાનો ઉપયોગ કરો, આ માટે તમે નરમ કોટનના કપડાનો ઉપયોગ કરી શકો છો, જેથી પાણી સારી રીતે શોષાઈ જાય