ક્લીનિંગ ટિપ્સ : વ્હાઇટ વૉશ બેસિન સાફ કરવાના ઘરેલું ઉપાય


By Vanraj Dabhi26, Mar 2024 05:39 PMgujaratijagran.com

વ્હાઇટ વૉશ બેસિન

જો ઘરમાં વ્હાઇટ વૉશ બેસિન ઝડપથી ગંદુ થઈ જતું હોય,તો ઘરે જ કેટલીક વસ્તુઓના ઉપયોગથી તમે તમારા વૉશ બેસિનને ચમકદાર બનાવી શકો છો, ચાલો જણીએ.

ગરમ પાણી અને સાબુનો ઉપયોગ કરો

મોટા વાસણમાં પાણી ​​પાણી ગરમ કરીને તેમાં સાબુ મિક્સ કરીને તેમાં વોશ બેસિન પલાળી દો.થોડા સમય પછી, તેને સોફ્ટ બ્રશ અથવા કપડાની મદદથી સાફ કરો.

લીંબુનો રસ અને મીઠું

એક ડોલમાં લીંબુનો રસ અને થોડું મીઠું મિક્સ કરો અને આ મિશ્રણને વૉશ બેસિન પર લગાવો. થોડીવાર પછી સાબુ અને પાણીથી સાફ કરો.

બેકિંગ સોડા

ગરમ પાણીમાં એક કપ બેકિંગ સોડા ઉમેરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને બેસિન પર લગાવો અને 10-15 મિનિટ માટે રહેવા દો. પછી સ્વચ્છ પાણીથી ધોઈ લો. તેનાથી ગંદકી સરળતાથી દૂર થઈ જશે.

ટૂથપેસ્ટ

વૉશ બેસિન પર થોડી ટૂથપેસ્ટ લગાવો અને થોડી વાર પછી ધોઈ લો.

વિનેગર

સફેદ વિનેગરને પાણીમાં મિક્સ કરીને વોશ બેસિન પર લગાવો. થોડીવાર રહેવા દો અને પછી સાબુ અને પાણીથી સાફ કરો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડે માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવા માટે ઘરેલું ઉપાય