શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવા માટે ઘરેલું ઉપાય


By Vanraj Dabhi26, Mar 2024 04:59 PMgujaratijagran.com

શ્વાસની દુર્ગંધ

મોંઢામાંથી આવતી દુર્ગંધથી પરેશાન છો, તો આ ઘરેલુ ઉપાયો અજમાવવાથી તમારી સમસ્યા દૂર થશે.

પુષ્કળ પાણી પીવો

ઓછુ પાણી પીવાના કારણે પણ મોંઢામાંથી દુર્ગંધ આવે છે. તેથી દિવસમાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ. જેથી તમને મોંઢામાંથી આવતી દુર્ગંધમાંથી રાહત મળી શકે છે.

લવિંગનો ઉપયોગ

લવિંગમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે તેથી ખાધા પછી કાયમ એક લવિંગ ચાવવું જોઈએ, જે શ્વાસની દુર્ગંધથી છૂટકારો અપાવી શકે છે.

ગ્રીન ટી

ગ્રીન ટીના કોગળા કરવાથી મોંઢાની દુર્ગંધને ઓછી કરી શકાય છે. જેમાં એન્ટીઑક્સિડેન્ટ ભરપુર પ્રમાણમાં હોય છે. જે શ્વાસની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરે છે.

નારિયેળનું તેલ

નારિયેળના તેલના કોગળા કરવાથી પણ મોંઢાની દુર્ગંધ દૂર કરી શકાય છે.

ફૂદીનાનો ઉપયોગ કરો

શ્વાસની દુર્ગંધને દૂર કરવા માટે તમે ફૂદીનાના પાનનું સેવન કરો. તમે ચાવી શકો છો અથવા તેની ચાથી કોગળા પર કરી શકો છો.

તુલસીના પાન

મોંઢાની દુર્ગંધને દૂર કરવા માટે તુલસીના પાન બેસ્ટ ઈલાજ છે. જેના રોજ ચાવવાથી તમને મોંઢાની દુર્ગંધ દૂર કરવામાં રાહત મળી શકે છે.

સરસવનું તેલ

સરસવના તેલમાં થોડું મીઠુ મિક્સ કરીને આંગળીની મદદથી તેને પેઢા પર મસાજ કરો. જેથી પેઢા મજબૂદ થશે અને મોંઢામાંથી વાસ પણ નહીં આવે.

એલચી

એલચીનું સેવન તમારા મોંને ફ્રેશ તો રાખે જ છે પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે શ્વાસની દુર્ગંધ દૂર કરવાનું કામ કરે છે.

લીંબુ

લીંબુમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણ મોઢાને દુર્ગંધથી દૂર રાખે છે. દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ સાથે પીવું ખૂબ જ ફાયદાકારક છે. તે વિટામિન સીની ઉણપને પણ પુરી કરે છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બાથરૂમ કે રસોડાની સિંક સાફ કરવાની ટિપ્સ