ઘણી વખત કચરો અટકી જવાને કારણે બાથરૂમ કે કિચનની સિંક ભરાઈ જાય છે. જો પાઈપ ભરાઈ જાય તો તેને કેવી રીતે સાફ કરવી? ચાલો જાણીએ.
કપના ત્રીજા ભાગનું વિનેગરને એક કપ બેકિંગ સોડા સાથે મિક્સ કરીને આ મિશ્રણને ગટરમાં નાખી આખી રાત અથવા એક કલાક સુઘી રાખો કચરો અને દુર્ગંધ દૂર થઈ જશે.
બ્લોક થઈ ગયેલ સિંકમાં ઉકળતું ગરમ પાણી નાખવાથી પાઈપમાં અટવાયેલી ધૂળ,ગંદકી અને વાળ બહાર નીકળી જશે.
ગટરમાં કચરો દૂર કરવા માટે અડધો કપ બેકિંગ સોડામાં અડધો કપ મીઠું મિક્સ કરીને ગટરમાં નાખીને અડધો કલાક કે આખી રાત રાખવાથી ગટર સાફ થઈ જાય છે.
તમે પ્લેન્જરની મદદથી પણ ડ્રેઇન, પ્લાસ્ટિક કે લાકડાના સળિયા વડે સાફ કરી શકો છો, ગટરમાં પ્લેન્જર મૂકીને ઝડપથી ઉપર અને નીચે કરવાથી કચરો સાફ થઈ જાય છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.