ચોખા,કઠોળ કે કોઈપણ પ્રકારના અનાજને સ્ટોર કરવામાં જો થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો તેમાં જીવજંતુઓનો ઉપદ્રવ થાય છે, ચાલો જાણીએ કેવી રીતે સ્ટોર કરી શકાય.
જો તમારા કઠોળમાં ઝીણા જંતુઓ દેખાઈ છે. તો થોડા સમય માટે ચોખાને તડકામાં રાખો. આમ કરવાથી જંતુઓ અને તેમના ઈંડા બંને નાશ પામે છે.
જો તમારા ચોખા અથવા કઠોળમાં વારંવાર જંતુઓનો ઉપદ્રવ થતો હોય, તો દર થોડા દિવસે આ કન્ટેનરમાં તમાલપત્ર રાખો. જંતુઓ દૂર રહેશે.
તમે લીમડાના પાનની મદદથી તમારા ચોખા અને કઠોળને જંતુઓથી બચાવી શકો છો. આ માટે લીમડાના સૂકા પાનને મલમલના કપડામાં બાંધી લો અને એક બોક્સમાં મૂકો. જંતુઓ આવશે નહીં.
લવિંગની મદદથી તમે ચોખા અને દાળને પણ જંતુઓથી સુરક્ષિત રાખી શકો છો. આ માટે આ ડબ્બામાં તાજી લવિંગ રાખો. જંતુઓ અનાજથી દૂર રહેશે.
લસણની ગંધ ખૂબ જ તીવ્ર હોય છે. જો તમે લસણની ફોતરીને ચોખા અને કઠોળના ડબ્બામાં કપડામાં બાંધીને રાખશો તો તે જંતુઓથી દૂર રહેશે.
જંતુઓ બચવા માટે ચોખા અને કઠોળને હવા ચુસ્ત કન્ટોનરમાં ઠંડી,સૂકી જગ્યાએ સંગ્રહિત કરો, જેથી ભેજ અંદર ન જાય અને જંતુઓથી બચાવે.
આ બધી સરળ ટિપ્સ ફોલો કરીને તમે કઠોળને જંતુઓથી બચાવી શકો છો અને તેની ગુણવત્તાને લાંબા સમય સુધી જાળવી શકો છો.
માહીતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.