બળી ગયેલ કડાઈ સાફ કેવી રીતે કરવી, જાણી લો સરળ રીત


By Vanraj Dabhi14, Apr 2024 04:31 PMgujaratijagran.com

બળી ગયેલ કડાઈ

રસોડામાં ચમકતા વાસણો બધાને ગમે છે,પરંતુ ક્યારેક ભૂલથી દૂધ ઉભરાઈ જવાથી તપેલી બળી જાય છે. બળેલા વાસણને સાફ કરવું બહું મુશ્કેલ બની જાય છે.આ જાદુઈ યુક્તિથી બળેલી કડાઈ મિનિટોમાં સાફ થઈ જશે.

ગરમ પાણી વડે સફાઈ

તેમાં પાણી ગરમ કરો અને પછી થોડીવાર પછી તેને લિક્વિડ સોપ અને સ્ક્રબરથી સાફ કરો.

બેકિંગ સોડા વડે સફાઈ

બેકિંગ સોડા અને પાણી મિક્સ કરીને વાસણ પર સારી રીતે લગાવો અને 10 મિનિટ પછી તેને સ્ક્રબર વડે ઘસીને સાફ કરો. તેનાથી વાસણની ચમક જળવાઈ રહેશે.

મીઠા વડે સફાઈ

દાઝી ગયેલ કડાઈ સાફ કરવા માટે તેના પર મીઠું છાંટીને પછી તેને ભીના કપડાની મદદથી ઘસીને સાફ કરો.

વિનેગર વડે સફાઈ

બળી ગયેલ કડાઈને પાણી અને વિનેગરના મિશ્રણ વડે તેને સ્ક્રબરથી ઘસીને સાફ કરો

લીંબુ વડે સફાઈ

બળી ગયેલ કડાઈમાં પાણી નાખીને ગરમ કરો અને તેમાં ઉપરથી લીંબુનો રસ નાખીને 5 મિનિટ ઉકાળ્યા પછી તેને સ્ક્રબરની મદદથી ઘસીને સાફ કરો.

ડીટરજન્ટ વડે સફાઈ

કડાઈમાં પાણી અને ડિટર્જન્ટ પાવડર મિક્સ કરીને સ્ક્રબરની મદદથી સારી રીતે ઘસીને સાફ કરો.

વિનેગર અને લીંબુ

લીંબુના રસમાં વિનેગર મિક્સ કરીને બળી ગયેલ વાસણ પર લગાવીને 5 મિનિટ પછી સ્ક્રબર અને ડીશ સોપની મદદથી સાફ કરો.

વાંચતા રહો

તમે આ પદ્ધતિઓથી કાળા પડી ગયેલા વાસણો સાફ કરી શકો છો,અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભણવામાં મન નથી લાગતું તો એકાગ્રતા વધારવા માટે આ વસ્તુઓનુ ધ્યાન રાખો