શિયાળાની ઋતુમાં ગરમ અને ઊની કપડાં ઝડપથી જૂના થવા લાગે છે, આવી સ્થિતિમાં તમે તમે આ ટિપ્સ વડે તમારા ગરમ કપડાંને નવા રાખી શકો છો.
ઉનના કપડાંને ઠંડા પાણીમાં ધોઈ લો કારણ કે ગરમ પાણીમાં કપડાં ધોવાથી ઊનીની ચમક ઓછી થઈ જાય છે.
ઉનના કપડાંને ભેજવાળી જગ્યાએ ન રાખો, જો તમે ઘણા સમય પછી કપડાને અલમારીમાંથી કાઢો છો તો, તેને થોડીવાર માટે તડકામાં રાખો.
ઊનના કપડાં ધોવા માટે લિક્વિડ ડિટર્જન્ટનો ઉપયોગ કરો એવું કહેવાય છે કે તેમાં ખૂબ જ નરમ રસાયણો હોય છે જે ઊનના કપડાં માટે બેસ્ટ છે.
ગરમ અને ઊનના કપડાને બ્રશથી ધોવાને બદલે મશીનમાં ધોવા જોઈએ.
વૂલન કપડાંને સીધા પ્રેસ કરવવાને બદલે ગરમ કપડાં પર અખબાર અથવા સ્કાર્ફ રાખીને પછી પ્રેસ કરવા જોઈએ.
જો ગરમ કપડા પર ડાઘ હોય તો તેને દૂર કરવા માટે હૂંફાળું પાણીમાં એક કપ સફેદ વિનેગર નાખીને 10 મિનિટ સુધી કપડાંને પલાળી રાખીને પછી તેને પાણીથી ધોઈ લો.
જીવનશૈલી સંબંધિ તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.