શિયાળામાં વધુ ઉંઘ આવે તો ટ્રાય કરો&આ ટિપ્સ
By Kishan Prajapati
04, Jan 2023 09:31 PM
gujaratijagran.com
હોર્મોનલ બદલાવ અને વિટામીન ડીની ઉણપને લીધે શિયાળામાં વધુ ઊંઘ અને શરીરમાં સુસ્તી આવે છે.
શિયાળામાં શરીરમાં મેલાટોનિન હોર્મન વધી જાય છે. જેને લીધે વ્યક્તિને વધુ ઉંઘ આવે છે.
શિયાળામાં સૂર્યની ઓછી ગરમી હોવાને લીધે શરીરમાં વિટામીન ડી ઓછું થાય છે અને સુસ્તી આવે છે.
શિયાળામાં વધુ ભોજન કરવાથી તેને પચાવવામાં વધુ ઉર્જા વપરાય છે. તેથી હળવો અને હેલ્થી ભોજન કરવું.
રાતે સૂતા પહેલાં અને સવારે ઉઠ્યા પછી ગરમ પાણી પીવું. જેથી પેટ સાફ થશે અને જાગવામાં સરળતા રહે છે.
શિયાળામાં કસરત જરૂર કરવી જોઈએ. તેનાથી શરીર ફિટ રહેશે અને થાક લાગશે નહીં.
શિયાળામાં ઉઠીને સ્નાન કરી લેવું જોઈએ. જે પછી તમે ફ્રેશ અનુભવશો.
બાળકોના રાખવા છે હેલ્ધી, તો ખાવામાં આપો આ વસ્તુઓ
Explore More