બાળકોના રાખવા છે હેલ્ધી, તો ખાવામાં આપો આ વસ્તુઓ


By Rakesh Shukla04, Jan 2023 07:04 PMgujaratijagran.com

બાળકોના વિકાસ માટે તેમના ખાનપાનમાં ધ્યાન આપવું ઘણુંજ જરૂરી છે. બાળકોના ડાયટમાં એવી વસ્તુઓ સામેલ કરવી જોઇએ જે સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર હોય.બાળકોના ગ્રોથ માટે ખવડાવો આ હેલ્ધી વસ્તુઓ

બાળકો માટે ફણગાવેલા અનાજની ચાટ ઘણીજ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ માટે તમે ચણા, મગદાળ, સોયાબિન વગેરેને સામેલ કરી શકો છો.&ફણગાવેલા અનાજની ચાટ

બાળકોને ફ્રૂટ ખવડાવવું ઘણુંજ મુશ્કેલ છે. તેવામાં સફરજન ખવડાવવાના બદલે તેનો સૉસ તૈયાર કરો. બાળકને રોટલી અથવા બ્રેડની સાથે સફરજનનો સૉસ આપી શકો છો.&સફરજનનો સૉસ

તમારા બાળકોને ફ્રૂટ કબાબ બનાવીને આપી શકો છો. આ માટે 4-5 પ્રકારના ફ્રૂટ્સને કાપીને સ્ટિકમાં સજાઓ, પછી તેના પર થોડું મીઠું અને ચાટ મસાલો નાંખો.&ફ્રૂટ કબાબ

ઓટ્સમાં પોષક તત્વો ભરપૂર હોય છે. જેમાં ફાઈબર, વિટામીન ઇ અને અન્ય પોષક તત્વ ભરપૂરમાત્રામાં મળી આવે છે. આ બાળકો માટે ઘણો જ હેલ્ધી નાસ્તો માનવામાં આવે છે.&ઓટ્સ

બાળકોના ડાયટમાં ઇન્ડા સામેલ કરો. તેમાં પ્રોટિન, વિટામીન એ, આયરન અને અનેક પોષક તત્વ મળી આવે છે. જે બાળકો માટે ઘણાજ જરૂરી છે.&બાફેલા ઇન્ડા

બાળકો માટે દલિાય સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર છે. બાળકોની પસંદ અનુસાર તમે મીઠા અથવા નમકીન દલિયા આપી શકો છો.દલિયા

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

Shama Sikanderનો બોલ્ડ લુક વાયરલ, ફિકી પડી જશે બૉલિવૂડની ટૉપ એક્ટ્રેસ