વિટામિન E જેલમાં રહેલું એન્ટિઓક્સિડેન્ટ વાળને લગતી ઘણી સમસ્યા ઘટાડવામાં મદદ કરી શકે છે. આ જેલનો ઉફયોગ કરવામાં આવે તો વાળ ગ્રોથ ઝડપથી થાય છે. આવો જાણીએ તેના ઉપયોગ વિશે.
વિટામિન E જેલને દિવેલ તેલમાં મિક્સ કરીને ગરમ કરી લો અને ત્યાર વાળમાં સારી રીતે મસાજ કરો. અઠવાડિયામાં બે વખત આ મિશ્રણને સ્કેલ્પની મસાજ કરવી વાળ માટે ફાયદાકારક છે.
એલોવેરા જેલમાં પણ એન્ટિઓક્સિડેન્ટ ભરપૂર હોય છે, જે વાળના વિકાસમાં મદદ કરે છે. 2 ચમચી એલોવેરા જલેમાં થોડું વિટામિન E જેલ મિક્સ કરીન વાળમાં લગાવીને બે કલાક માટે રહેવા દો. ત્યારબાદ વાળ વોશ કરો, વાળ ઝડપથી વધવા લાગશે.
વિટામિન E જેલમાં બદામ તેલ મિક્સ કરીને નવશેકુ કરી લો. આ નવશેકા મિશ્રણ દ્વારા વાળી સારી રીતે માલીશ કરીને આખી રાત રહેવા દો. સવારે ઉઠીને વાળને સેમ્પૂથી ધોઇ લો, આમ કરવાથી વાળ ઝડપથી વધશે.
ઈંડામાં ઘણાં પોષકતત્ત્વો હોય છે, જે વાળ માટે ફાયદાકારક છે. ઈંડાના સફેદ ભાગમાં વિટામિન E જેલ મિક્સ કરીને સારી રીતે મિક્સ કરો અને વાળ પર લગાવો.બેથી ત્રણ કલાક રાખ્યા બાદ સારા સેમ્પૂથી વોશ કરો.
ડુંગળીનો રસ ગુણોથી ભરપૂર છે, જે વાળને લગતી સમસ્યાઓને ઘટાડો કરવામાં મદદ કરે છે. આ રસમાં વિટામિન E મિક્સ કરીને સ્કેલ્પની મસાજ કરવાથી હેર ગ્રોથ બુસ્ટ થાય છે.