લીમડાના પાંદડામાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો રહેલા હોય છે, જે ડેન્ડ્રફની સમસ્યા દૂર કરી શકે છે. આ સરળ રીતે વાળમાં લીમડાના પાંદડાનો ઉપયોગ કરો.
લીમડાના તાજા પાંદડા વાટીને દહીંમાં મિક્સ કરો અને તેને સ્કેલ્પ પર લગાવો. અડધો કલાક લીમડો અને દહીંની પેસ્ટ વાળમાં લગાવવાથી ડેન્ડ્રફથી છુટાકોર મળી શકે છે.
એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર લીમડાનું પાણી ડેન્ડ્રફની સમસ્યા ઘટાડી શખે છે. આ માટે લીમડાના પાંદડાને પાણીમાં ઉકાળો. આ પાણીને ગાળીને શેમ્પૂ કર્યા પછી વાળને ધોવો.
સ્કેલ્પમાં લીમડાનું તેલ લગાવીને થોડી વાર સુધી માલિશ કરો. 30થી 45 મિનિટ સુધી રાખ્યા બાદ વાળને વોશ કરો. એન્ટિબેક્ટેરિયલ ગુણ ધરાવતું લીમડાનું તેલ ડેન્ડ્રફ દૂર કરી શકે છે.
એન્ટિફંગલ ગુણોથી ભરપૂર લીમડો અને મધ ડેન્ડ્રફથી છુટકારો અપાવી શકે છે. આ માટે લીમડાના પાંદડાની પેસ્ટમાં એક ચમચી મધ મિક્સ કરીને સ્કેલ્પ પર 20-30 મિનિટ સુધી લગાવો.
મેથીના દાણામાં 3-4 કલાક સુધી પલાળીને રાખો. આમા લીમડાના પાંદડા, અડધો કપ દહીં બ્લેન્ડ કરો. આ પેસ્ટમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરી સ્કેલ્પમાં 30-40 મિનિટ સુધી લગાવો.
એક કપ નારિયેળ તેલમાં લીમડાના પાંદડા મિક્સ કરીને પકાવો. ઠંડુ થવા પર ગાળીને એક કપ કેસ્ટર ઓઇલ અને એક ચમચી લંબુનો રસ મિક્સ કરી સ્કેલ્પ પર લગાવો આનાથી ડેન્ડ્રફ દૂર કરી શકો છો.