અપચાની સમસ્યામાં મિનિટોમાં મળશે રાહત, બસ માત્ર ડાયટમાં સામેલ કરો આ રામબાણ ફૂડ્સ


By Sanket M Parekh13, Aug 2023 04:30 PMgujaratijagran.com

લીંબુ

અપચાની સમસ્યા થવા પર તમારે તમારી ડાયટમાં લીંબુનો સામેલ કરવું જોઈએ. લીંબુમાં માત્ર વિટામિન-સી જ નથી મળી આવતુ, પરંતુ તે આયરન, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ અને કેલ્શિયમથી ભરપુર હોય છે. લીંબુ પેક્ટિન ફાઈબરને બૂસ્ટ કરવાનું કામ કરે છે, જેનાથી પાચન ક્રિયા સુધરે છે.

સંતરા

સંતરા જેવા ફળ સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. કબજિયાતની સમસ્યા થવા પર તમારે સંતરા ખાવા જોઈએ. સંતરામાં પેક્ટિન ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, જેના કારણે અપચાની સમસ્યા નથી થતી.

પાલક

લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે વરદાનરુપ મનાય છે. જો તમને અપચાની સમસ્યા હોય, તો તમારે પાલક અચૂક ખાવી જોઈએ. પાલકમાં ફાઈબર મળી આવે છે, જે પાચન તંત્રને મજબૂત રાખવામાં મદદ કરે છે. તમે પાલકનું શાક અથવા સૂપ બનાવીને પણ તેનું સેવન કરી શકો છો.

અનાજ

અનાજને પણ ફાઈબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે માત્ર પાચનમાં જ મદદ નથી કરતુ, પરંતુ તેના સેવનથી કબજિયાતની સમસ્યા પણ નથી થતી.

દહીં

દહીમાં પ્રોબાયોટિક્સ મળી આવે છે, જે ગટ ફ્રેન્ડલી બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા માત્ર અપચાની સમસ્યામાં જ રાહત આપે છે. દહીની તાસીર ઠંડી હોવાના કારણે તે પેટને ઠંડક આપવાનું કામ કરે છે, જેથી એસિડિટીમાં રાહત મળે છે.

પરસેવો નીકળવો સ્વાસ્થ્ય માટે હોય છે ફાયદાકારક