આવી રીતે લગાવો સરસવનું તેલ વધશે વાળનો ગ્રોથ


By Smith Taral19, Jan 2024 01:02 PMgujaratijagran.com

સરસવનું તેલ વાળ માટે સારુ માનવામા આવે છે, પણ એને જો સાચી પધ્ધતીથી લગાવીએ તો તેનુ પરિણામ મળે છે. તેમા આજકાલના ખાનપાન અને ખરાબ રૂટીનની વાળ પર અસર પડે છે. વાળ ખરવા અને ગ્રોથ ઓછો થવાની સમસ્યા આજકાલ લગભગ બધાને છે. આજે આપણે જાણીશુ સરસવનું તેલ લગાવાની સાચી રીત જેથી તમે વાળનો ગ્રોથ વધારી શકો છો.

સરસવના તેલના ગુણો

સરસવના તેલમાં લીનોલીક અને ઓલીક એસિડ હોય છે, જે વાળ માટે કોઈ વરદાનથી ઓછુ નથી. આનાથી વાળની ઘણી સમસ્યા દૂર થઈ શકે છે.

વાળને મળે છે પોષણ

વાળના વિકાસ માટે સરસવના તેલમા લગભગ 60% ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ હોય છે, જો તમે વાળને સમય પર પોષણ આપો તો એ તેેને મજબૂત બનાવે છે.

વાળનો વિકાસ થશે

સરસવના તેલ ઉત્તેજકના રુપમા પણ કામ કરે છે, આનાથી બ્લડ સરક્યુલેશન સુધરે છે અને વાળના વિકાસમા વધારો કરે છે. આનાથી વાળનો ગ્રોથ વધે છે.

You may also like

સ્નાન કરતા પહેલા લગાવો સરસવનું તેલ મળશે આ 7 ચમત્કારીક ફાયદા

વાળનો ગ્રોથ નથી વધતો, ટ્રાય કરો આ 3 વસ્તુઓ પછી જુઓ magic

મીઠો લીમડો ઉમેરો

આ સિવાય તમે મીઠો લીમડાના ઉપયોગ કરીને પણ વાળ પર લગાવી શકો છો. સરસવના તેલમાં 3-4 મીઠા લીમડા નાખીને ધીમા ગેસ પર ઉકાળો અને ઠંડું કરીને વાળમા લગાવો.

કેવી રીતે વાપરશો

આ તેલને હળવું ગરમ કરીને વાળ અને સ્કેલ્પ પર લગાવો, ત્યારપછી સારી રીતે મસાજ કરો. આ તેલ લગાવવાથી ડેન્ડ્રફની પણ સમસ્યા ઓછી થઈ જાય છે.

ઈંડુ મેળવીને લગાવો

એક ઈેંડાના સફેદ ભાગને લઈ તેમા સરસવનું તેલ ઉમેરો, આમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરો અને સારી રીતે મીક્સ કરી લો. 1 કલાક પછી વાળને ધોઈ લેવા, આમ કરવાથી વાળ લાંબા થાય છે.

તમે પણ આ રીતે વાળમા તેલ લગાવીને વાળ લાંબા કરી શકો છો. સ્ટારી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

હળદરનો લેપ લગાવ્યા પછી ના કરતા આ ભૂલો થઈ શકે છે નુકસાન