ઘણી મહિલાઓને વાળ સંબંધિત સમસ્યાઓને લઈને ચિંતિત રહેતી હોય છે. આ સિવાય વાળમાં તેલ અને શેમ્પૂ કેટલી વાર લગાવું જોઈએ તે લઈને પણ મૂંઝવણમાં હોય છે. આવો જાણીએ સ્વસ્થ અને મજબૂત વાળ માટે અઠવાડિયામાં કેટલા સમય પર તેલ અને શેમ્પૂ કરવું જોઈએ.
વાળમાં તેલ લગાવવાથી માથાની ચામડીનો રક્ત પ્રવાહ સુધરે છે, તેલથી માથામાં માલિશ કરવાથી વાળને જરૂરી ભેજ મળે છે, જે તેને ડ્રાયનેસથી પણ બચાવે છે
જો તમાર સામાન્ય અથવા શુષ્ક વાળ હોય, તો અઠવાડિયામાં એક અથવા બે વાર તેલ લગાવવું યોગ્ય રહેશે. જો વાળ ખૂબ સૂકા રહેતા હોય તો અઠવાડિયામાં 2-3 વાર તેલ લગાવવું જોઈએ.
ઓઇલી સ્કલાપ ધરાવતા લોકો માટે, અઠવાડિયામાં 1-2 વાર તેલ લગાવવું પૂરતું રહેશે, આ તેલની માત્રા પણ ઓછી રાખવી.
સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાળ માટે, વાળને અઠવાડિયામાં દરેક બીજા કે ત્રીજા દિવસે ધોવા જોઈએ.
જો તમને વધુ પરસેવો થાય છે અથવા તમારા વાળ ઝડપથી ગંદા થઈ જાય છે, તો કદાચ તમારે વધુ વાર વાળ ધોવા પડી શકે છે.
હળવો અને સલ્ફેટ-ફ્રી શેમ્પૂ પસંદ કરો, જે વાળના કુદરતી તેલને જાળવી રાખે છે અને તેને નુકસાનથી બચાવે છે.