ટાટાએ આઈફોન બનાવવા માટે કેટલો કરવો પડશે ખર્ચ, જાણો આ વિગતો


By Nileshkumar Zinzuwadiya13, Nov 2023 01:12 PMgujaratijagran.com

આઈફોન બનાવશે

ભારતમાં આઈફોન બનાવે તેવી શક્યતા ઝડપી બની છે. ભારતના દિગ્ગજ ટાટા ગ્રુપ આઈફોન બનાવવાની તૈયારી કરી રહ્યું છે. જેના માટે 750 મિલિયન ડોલર એટલે કે આશરે 6700 કરોડમાં એપલની સપ્લાયર વિસ્ટ્રોનની ફેક્ટરી ટેક ઓવર કરશે.

ટાટા દ્વારા હસ્તાંતરણ

ટાટાએ વિસ્ટ્રોન આ હસ્તાંરણ પૂરી કરી લેશે તે સાથે જ તે પ્રથમ ભારતીય કંપની બની જશે, જે આઈફોન એસેમ્બલ કરી રહી હોય. ટાટાના આ હસ્તાંતરણમાં તાઈવાન બેઝ કંપની વિસ્ટ્રોનના દેવાનો સમાવેશ થાય છે.

75-80 મિલિયન ડોલરનું દેવું

બન્ને પક્ષ વચ્ચે થયેલ અધિગ્રહણની સમજૂતીથી સ્પષ્ટ થઈ ગયું છે કે વિસ્ટ્રોન પર 75-80 મિલિયન ડોલરની લોન પણ છે. જેની ચુકવણી ટેકઓવર કંપનીએ કરવાની રહેશે.

વર્ષ 2008માં ભારતમાં આવેલ

અત્રે ઉલ્લેખનીય છે કે આ કંપની ભારતીય બજારમાં વર્ષ 2008માં એન્ટ્રી કરી હતી. જે અગાઉ અનેક પ્રકારના ડિવાઈસ રિપેર ફેસિલિટી આપતા હતા.

ઇન્સ્ટન્ટ રેસીપી : દિવાળી પર ગાજરમાંથી આ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવો