ખરતા વાળની સમસ્યા જડમૂળથી ખતમ કરો, દરરોજ પીવો આટલું પાણી


By Sanket M Parekh06, Sep 2023 02:44 PMgujaratijagran.com

વાળ ખરવા

આજની વ્યસ્ત જિંદગીમાં વાળ પ્રદૂષણ, તડકા ઉપરાંત ઓછું પાણી પીવાના કારણે પણ ખરવા લાગે છે.

પાણીની કમી

જો શરીરમાં પાણીની કમી થઈ જાય, તો સ્કિનની સાથે-સાથે વાળ પર પણ તેની સ્પષ્ટ અસર દેખાવા લાગે છે.

બરછટ વાળ

એક્સપર્ટના મતે, પાણીની કમીના કારણે પણ તમારા વાળ બરછટ બનીને ઝડપથી ખરવા લાગે છે.

વાળ ખરવા અને પાણીની કમી

અમે તમને જણાવીએ, આખરે પાણીની કમી અને વાળ ખરવા વચ્ચે શું સબંધ છે અને કેટલા પ્રમાણમાં પાણી પીવું જોઈએ.

મોઈશ્વર

જ્યારે તમારા શરીરમાં પાણી હોય છે, ત્યારે વાળમાં મોઈશ્વર જળવાઈ રહે છે અને વાળના ગ્રોથ માટે મૉઈશ્વર જરૂરી છે.

પુરતા પ્રમાણમાં પાણી ના પીવું

એવામાં જો આપણે પુરતા પ્રમાણમાં પાણી નથી પીતા, તો મોઈશ્વરની કમી થવા લાગે છે. જેના પગલે વાળ ઝડપથી ખરવા લાગે છે.

સ્કેલ્પ પર અસર

આ ઉપરાંત ડિહાઈડ્રેશનની સીધી અસર સ્કેલ્પ પર પડે છે. જ્યારે શરીરમાં પાણીની કમી થાય, તો માથામાં સ્કિન ડ્રાય થવા સાથે પોપડી બાજવા લાગે છે.

પાણીની બોટલ

એવામાં દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જરૂરી છે. આ માટે બની શકે તો હંમેશા તમારી પાસે પાણીની બોટલ રાખશો.

વાળનો ગ્રોથ અટકી ગયો હોય તો આ હોઈ શકે છે કારણ, આવી રીતે મેળવો છૂટકારો