વિટામિન B-12એ શરીર માટે જરૂરી પોષક તત્વોમાંનું એક છે. તે શરીરમાં લાલ રક્તકણો બનાવવામાં અને મગજના કાર્યમાં મદદ કરે છે.
શરીરમાં વિટામિન B-12નું સ્તર 300 pg/ml કરતાં વધુ હોવું જોઈએ.આ તેનું સામાન્ય સ્તર છે.
શરીરમાં વિટામિન B-12ની ઉણપને કારણે તમને થાક,નબળાઇ,ચાલવામાં મુશ્કેલી,ચહેરો નિસ્તેજ,માથાનો દુખાવો,ચક્કર અને પેટ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
શરીરમાં વિટામિન B-12ની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ,ચીઝ,ઈંડા,દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરી શકો છો.
મશરૂમમાં વિટામિન B-12ની સારી માત્રા હોય છે.તેથી તમે વિટામિન B-12ની ઉણપ દૂર કરવા માટે મશરૂમનું ખાઈ શકો છો.
વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે સૅલ્મોનનું સેવન કરી શકાય છે.તેમાં ઘણા પોષક તત્વો મળી આવે છે.
પોષક તત્વોથી ભરપૂર બ્રોકોલીનું સેવન શરીરમાં વિટામિન B-12ની ઉણપ અને એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે.
ઓટ્સમાં વિટામિન B-12 સારી માત્રામાં હોય છે. તેથી તમે વિટામિન B-12ની ઉણપ દૂર કરવા ઓટ્સનું સેવન કરી શકો છો.
આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.