શરીરમાં વિટામિન B12નું પ્રમાણ કેટલું હોવું જોઈએ?


By Smith Taral07, Aug 2024 03:02 PMgujaratijagran.com

શરીર માટે વિટામિન B12 ઘણું જરૂરી છે આ શરીરમાં બ્લડ સેલ્સના નિર્માણમાં અને મગજના કાર્યમાં મદદ કરે છે. ચાલો જાણીએ એક્સપર્ટ પાસેથી શરીરમાં વિટામિન B12નું પ્રમાણ કેટલું હોવું જોઈએ

વિટામિન B12 કેટલું હોવું જોઈએ?

એક્સપર્ટ પ્રમાણે શરીરમાં વિટામિન B12 નું સ્તર 300 pg/ml થી વધારે હોવું એ સામાન્ય છે. જો શરીરમાં તેનું લેવલ 200 pg/ml કે તેનાથી ઓછું છે તો તેની વિટામિન-B12 ની ઉણપમાં આવે છે

વિટામિન B12 ની ઉણપના લક્ષણો

જ્યારે શરીરમાં વિટામિન B12ની કમી વર્તાય છે ત્યારે વ્યક્તિ થાક, માથાનો દુખાવો, ચક્કર અને પેટ સંબધિત સમસ્યાનો સામનો કરી શકે છે.

ડેરી ઉત્પાદનો

શરીરમાં વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે તમે દૂધ, ચીઝ, ઈંડા, દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરી શકો છો.

મશરૂમ પણ છે ફાયદાકારક

મશરૂમમા પણ સારી માત્રામાં વિટામિન B12 મળી આવે છે. આ માટે તમારા ડાયેટમાં મશરુમને એડ જરૂરથી કરો

સેલમોન ફીશ

જો તમે નોન વેજ ખાતા હોવ તો તમે સેલમોન ફીશનું સેવન કરી શકો છો, આમાં વિટામિન B12 સહિત ઘણા પોષકતત્વો મળી આવે છે

બ્રોકોલી

બ્રોકોલી શરીરના સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે આના સેવનથી તમે વિટામિન B12 અને આર્યનની ઉણપને દૂર કરી શકો છો

શું પોષકતત્વોની ઉણપથી ડીપ્રેશન થઈ શકે છે? જાણો એક્સપર્ટ પાસેથી