આલ્કોહોલ અર્થાત શરાબનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરને અનેક પ્રકારના નુક્સાન થઈ શકે છે. તો ચાલો જાણીએ, દરરોજ કેટલા પ્રમાણમાં શરાબનું સેવન કરવું જોઈએ.
શરાબનું સેવન કરવાથી ફેફસા પર વધારે અસર થાય છે. ઘણી વખત તો વ્યક્તિનું મોત પણ થઈ શકે છે.
શરાબનું સેવન કરતા સમયે લિમિટનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પુરુષોએ બે પેગ અને મહિલાઓએ એક પેગ શરાબનું સેવન કરવું જોઈએ.
શરાબનું સેવન કરતાં પહેલા તેના પ્રમાણ પર ધ્યાન આપવું જોઈએ. એક પેગમાં લગભગ 14 ગ્રામ આલ્કોહોલ હોય છે.
આલ્કોહોલ અલગ-અલગ બ્રાન્ડની હોય છે. આ તમામમાં આલ્કોહોલનું પ્રમાણ પણ જુદુ-જુદુ હોય છે. આથી શરાબનું સેવન કરતા પહેલા તેનું પ્રમાણ પ્રમાણ અને બ્રાન્ડ જરૂર ચેક કરી લેવી જોઈએ.
જો તમે વધારે પ્રમાણમાં શરાબનું સેવન કરો છો, તો લિવર ખરાબ થવાની સંભાવના વધી જાય છે. આથી મર્યાદિત પ્રમાણમાં જ શરાબનું સેવન કરવું જોઈએ.
વધારે શરાબનું સેવન કરવાથી કેલ્શિયમ અને વિટામિન-ડી યોગ્ય રીતે કામ નથી કરી શકતા. જેના કારણે હાડકા નબળા પડવા લાગે છે.
વધારે શરાબ પીવાના કારણે બ્લડમાં ક્લોટ થવા લાગે છે. જેના કારણે હાર્ટ સબંધિત સમસ્યા તેમજ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.