ઘરમાં વંદો,મચ્છર,માખી,ગરોળી,ઉધઈ જેવા અનેક જીવજંતુઓ છુપાયેલા રહે છે. જેમાથી ઉધઈ એવી જીવાંત છે જે કોઈ વસ્તુ પર લાગતોની સાથે ખાખરી કરી નાખે છે. એ મોટાભાગે બારી, દરવાજા અને ફર્નિચરમાં હોય છે.આનાથી છુટકારો મેળવવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવી શકો છો.
ઉધઈ દેખાવામાં કીડીઓ જેવી હોય છે. તે અંધારી અથવા ભેજવાળી જગ્યાએ વધુ જોવા મળે છે. કેટલીકવાર ઉધઈ દેખાતી નથી પરંતુ તે અંદરથી ફર્નિચરને ખાય છે અને હોલ કરે છે.
લવિંગનું તેલના થોડા ટીપા એક કપ પાણીમાં મિક્સ કરીને લગાવાથી ઉધઈ દૂર થાય છે.તેનો સ્પ્રે કરવાથી ઉધઈ મરી જાય છે.
સફેદ વિનેગરની મદદથી તમે ઉધઈને દૂર કરી શકો છો.વિનેગરમાં લીંબુનો રસ મિક્સ કરી સ્પ્રેની બોટલમાં ભરીને તેને ઉધઈ વાળી જગ્યાએ છંટકાવ કરો.
કાર્ડબોર્ડનો ટુકડો ભીનો કરીને તેને ઉધઈ વાળી જગ્યા પર રાખવાથી આ સમસ્યાથઈ છુટકારો મેળવી શકાય છે. કેરણ કે ઉધઈને પાણી અને સેલ્યુલોઝ ખૂબ ગમતુ હોય છે.ભીના કાર્ડબોર્ડની મદદથી સરળતાથી દૂર કરી શકાય છે.
ચોમાસાની ઋતુમાં ઉધઈની સમસ્યા ખૂબ વધારે જોવા મળે છે. તે માટે ઘરમાં પેસ્ટ નિયંત્રણનો છંટકાવ કરો. તેનાથી ઉધઈ અને અન્ય જંતુઓની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
જો ફર્નિચર કે દરવાજાના થોડાક ભાગમાં ઉધઈ દેખાય છે તો એલોવેરા ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.ઓલોવેરાના છોડને તોડીને પીસી લો પછી તેને ઉધઈ વાળી જગ્યાએ લગાવો.
નારંગીનું તેલ ઉધઈ માટે ખતરનાક હોય છે. તે સંતરાના છાલમાંથી બનાવવામાં આવે છે. તેને ઉધઈ વાળી જગ્યાએ પર છંટકાવ કરવાથી ઉધઈ મરી જાય છે.આને તમે બજારમાંથી પણ ખરીદી શકો છો.
આ નુસ્કાને અપનાવીને તમે ઘરમાંથી ઉધઈથી છુટકારો મેળવી શકો છો, સ્ટોરી સારી લાગે તો લાઈક-શેર કરો અને વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.