દરરોજ દારૂ પીવાથી શરીર પર થાય છે આ અવળી અસર


By Sanket M Parekh16, Sep 2023 04:33 PMgujaratijagran.com

આલ્કોહોલ

દારૂ સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક મનાય છે. જેને પીવાથી શરીર પર હાનિકારક અસર થઈ શકે છે.

દારૂની લત

કેટલાક લોકોને દારૂ પીવાની લત થઈ જાય છે અને તે દરરોજ દારૂ પીવે છે. જેનાથી શરીર પર વિપરિત અસર થાય છે.

મગજ પર અસર

દરરોજ દારૂ પીવાથી મગજ પર તેની ખરાબ અસર પડે છે. જેનાથી મગજ સંકુચિત થાય છે અને વિચારવાની ક્ષમતા પર માઠી અસર થાય છે.

સ્કિન ડિસઑર્ડર

દારૂનું વધારે પડતું સેવન કરવાથી સ્કિન ડિસઑર્ડરની સમસ્યા થઈ શકે છે. આથી દારૂનું વધારે પડતું સેવન કરવાથી બચો.

ઈન્ફર્ટિલિટીની સમસ્યા

દારૂનું સેવન કરવાથી ઈન્ફર્ટિલિટીની સમસ્યા થઈ શકે છે. જો પ્રેગ્નેન્ટ મહિલાઓ દ્વારા દારૂનું સેવન કરવામાં આવે, તો આવનાર બાળક પર તેની અવળી અસર પડે છે.

ફેટી લિવર

આલ્કોહોલનું દરરોજ સેવન કરવાથી ફેટી લિવરની સમસ્યા થઈ શકે છે. જેની સૌથી વધુ ખરાબ અસર લિવર પર જ પડે છે.

ઊંઘ પર અસર

દારૂનું સેવન ઊંઘ પર વિપરિત અસર કરે છે. જેના પગલે અનેક નવી સમસ્યા ઉભી થાય છે. પુરતી ઊંઘ ના લેવાથી બીજા દિવસે હેંગ ઑવરની સમસ્યા થઈ શકે છે.

બ્લડ પ્રેશરથી વજન કંટ્રોલ સુધી, જાણો ગાજર ખાવાના ગજબના ફાયદા