ખાંડમાં કેલરી વધારે હોય છે અને તેની તુલનામાં પોષક તત્વો વધારે પ્રમાણમાં હોતા નથી
ખાંડનું વધારે પડતુ સેવન કરવાથી ટાઈપ 2 ડાયાબિટીસ તથા હાર્ટ સંબંધિત બીમારીઓનો શિકાર બનવાનું જોખમ રહેલુ છે.
માટે તેને તમે કેટલા પ્રમાણમાં સેવન કરવું, તે જાણવું જરૂરી છે. ચાલો આજે આ અંગે આપણે માહિતી મેળવશું. પુરુષો માટે દરરોજ 37.5 ગ્રામથી વધારે સુગરનું સેવન ન કરવું જોઈએ.
જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો તેમણે દરરોજ 25 ગ્રામથી વધારે ખાંડનું સેવન કરવું જોઈએ નહીં.