રાતે હળવો ખોરાક ખાવાની સલાહ આપવામાં આવે છે. આમ છતાં અનેક લોકો ડિનરમાં રોટલી ખાય છે, કારણ કે જ્યાં સુધી તેઓ રોટલી ના ખાય, ત્યાં સુધી તેમનું પેટ જ નથી ભરાતું. જો તમે પણ રાતે રોટલી ખાતા હોવ તો જાણી લો કે, કેટલી રોટલી ખાવી હિતાવહ છે?
રોટલીમાં ફાઈબર સારા એવા પ્રમાણમાં મળી આવે છે. આથી મહિલાઓએ રાતે ઓછામાં ઓછી બે અને પુરુષોએ 3 રોટલીથી વધારે ના ખાવી જોઈએ. આટલું જ નહીં, રોટલી ખાધા પછી વૉક અવશ્ય કરો.
રાતમાં રોટલી ખાવાથી વજન વધી શકે છે, જેમાં 71 કેલેરી હોય છે. જો તમે વધારે રોટલીઓ ખાતા હશો, તો તમારું વજન ઝડપથી વધવા લાગે છે, કારણ કે રાતના સમયે રોટલી મુશ્કેલીથી પચતી હોય છે.
રાતે રોટલી ખાવાથી સુગરનું પ્રમાણ અચાનક વધી શકે છે. જેનાથી ડાયાબિટીસ અને PCODની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે તકલીફ વધી શકે છે. હકીકતમાં રોટલી લોહીમાં સુગર સ્પાઈક કરે છે.
રાતે રોટલી ખાવાથી તેને પચવામાં મુશ્કેલી થાય છે. એવામાં બ્રેઈન એક્ટિવ રહે છે અને વ્યક્તિને ગાઢ ઊંઘ નથી આવતી.
જો તમે પેટ સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યાં હોવ, તો રાતે બને ત્યાં સુધી રોટલી ના ખાવ. રાતે રોટલી ખાવાથી એસિડિટી અને અપચા જેવી સમસ્યા વધી શકે છે.
જો તમે તમારી જાતને હેલ્ધી અને ફિટ રાખવા માંગતા હોવ તો, રોટલી ખાધા પછી ક્યારેય આરામ ના કરશો. જો તમે આરામ કરશો, તો શરીરને ઉપર જણાવેલી તમામ સમસ્યાઓ ઘેરી વળશે.