Celery Juice: અજમાના પાણીમાં લીંબુ નીચોવીને પીવાથી શું થાય?


By Sanket M Parekh06, Jun 2025 03:58 PMgujaratijagran.com

હેલ્ધી ડ્રીન્ક

અજમાના પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે. જેમાં રહેલા પોષક તત્વો શરીરના અનેક રોગોને દૂર કરે છે. તો ચાલો આ હેલ્ધી ડ્રીન્ક પીવાથી મળતા ફાયદા વિશે વિગતવાર જાણીએ....

પોષક તત્વોથી ભરપુર

અજમાના પાણીમાં થાઈમૉલ નામનું પોષક તત્વ મળી આવે છે. જે પેટ સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે. આ સાથે જ લીંબુનું પાણી પીવાથી ડાઈઝેશન પણ સુધરે છે.

ઈમ્યૂનિટી મજબૂત બનાવે

અજમાના પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ ડ્રીન્ક પીવાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થવાના કારણે તમે ઝડપથી બીમાર નહીં પડો.

પેટ માટે ફાયદેમંદ

અજમાના પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું પેટ માટે પણ ખૂબ જ ફાયદેમંદ નીવડે છે. જે કબજિયાત, અપચો અને ગેસ જેવી સમસ્યા દૂર કરે છે. આ સાથે જ ડાઈઝેશન સિસ્ટમ પણ સુધરે છે.

હાર્ટ માટે ફાયદેમંદ

હાર્ટ સાથે સંકળાયેલી સમસ્યા દૂર કરવા માટે પણ અજમાના પાણીમાં લીંબુ મિક્સ કરીને પી શકો છો. અજમામાં થાઈમોલ તત્વ હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.

વજન ઉતારે

અજમાના પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવાથી પેટની ચરબી ઝડપથી ઉતરે છે. અજમો મેટાબૉલિઝ્મને વધારે છે, જેના પરિણામે વજન ઝડપથી ઉતરે છે.

પથરીના દુખાવામાં આરામ

પથરીના કારણે પેટમાં તીવ્ર દુખાવો ઉપડે છે. આવી સ્થિતિમાં દુખાવો ઓછો કરવા માટે અજમાના પાણીમાં લીંબુ નીચોવીને પી શકાય છે.જેમાં રહેલા પોષક તત્વોના કારણે દુખાવામાં તાત્કાલિક આરામ મળે છે.

શેકેલા ચણા ખાવાથી કયા રોગો મટે છે?