દરરોજ રોટલીનું સેવન સ્વાસ્થ માટે અનેક રીતે લાભદાયક છે. જોકે, કાર્બોહાઈડ્રેટના ગુણોથી ભરપૂર રોટલીનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ.
રોટલીનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ખૂબ ઝડપથી વજન વધી શકે છે. તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે.
પુખ્ત પુરુષે દરરોજ 1700 કેલેરીની જરૂર પડે છે અને એક પુખ્ત મહિલાએ આશરે 1400 કેલેરીની જરૂર પડે છે.
ઘઉંની એક રોટલીથી 105થી 110 કેલેરી શરીરને મળે છે. આ ઉપરાંત તેમાંથી 70 ગ્રામ કાર્બોહાઈડ્રેટ પણ મળે છે.
નિષ્ણાતોના મતે મહિલાઓએ સવારે 2 અને સાંજના સમયે 2 રોટલી, જ્યારે પુરુષોએ સવારે 3 રોટલી અને સાંજના સમયે 3 રોટલી ખાવી જોઈએ.
મહેનતનું કામ કરનાર કે જેમણે વધારે પરસેવો છૂટે છે તેમણે 4થી વધારે રોટલીનું સેવન કરી શકાય છે. અલબત આ એક સામાન્ય માહિતી છે, વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લઈ શકાય છે.