દૂધનું સેવન શરીર માટે ફાયદેમંદ મનાય છે. જેમાં અનેક પોષક તત્વો મળી આવે છે, જે શરીરને વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ પૂરા પાડે છે.
દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. દૂધ સાથે 4 વસ્તુઓનું સેવન ઝેરથી કમ નથી હોતું.
દૂધ અને દહીનું એકસાથે સેવન ક્યારેય ના કરવું જોઈએ. આ બન્નેને એકસાથે અથવા તો તરત જ ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
માછલી અને દૂધનું સેવન એકસાથ કરવાનું ટાળવું જોઈએ. બન્ને એકસાથે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.
દૂધ અને ખાટા ફળ બન્ને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ મનાય છે, પરંતુ એકસાથે બન્નેનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. આથી દૂધ અને ખાટા ફળો ખાવાથી બચવું જોઈએ.
કારેલાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે, પરંતુ દૂધ અને કારેલાનું સેવન એકસાથે ક્યારેય ના કરવું જોઈએ.દૂધ અને કારેલા એકસાથે ખાવાથી સ્કિન પર વિપરિત અસર થાય છે.
જો તમે આ તમામ વસ્તુઓનું સેવન કરી રહ્યા હોવ, તો એક વાતનું ધ્યાન રાખજો કે દૂધ અને આ વસ્તુઓના સેવન વચ્ચે ઓછામાં ઓછા એક કલાકનું અંતર હોવું જોઈએ.