જરૂરિયાત કરતા વધારે અને ઓછી ઊંઘ સ્વાસ્થ્યને ગંભીર અસર કરે છે. એવામાં તમારે પુરતી ગાઢ ઊંઘ લેવી જ જોઈએ. આ લેખમાં ક્લિનિકલ સાઈકોલૉજિસ્ટ અને સુકુન સાઈકોથેરાપી સેન્ટરના ફાઉન્ડર દિપાલી બેદી પાસેથી જાણીએ, સ્વસ્થ રહેવા માટે કેટલા કલાક ઊંઘવું જોઈએ
સ્વસ્થ રહેવા માટે વયસ્ક અને યુવાનો માટે 7 થી 8 કલાક, ટૉડલર્સ માટે 11 થી 14 કલાક, 3 થી 5 વર્ષના બાળક માટે 10 થી 13 કલાક, 6 થી 12 વર્ષના બાળકો માટે 9 થી 12 કલાક અને ટીનેજર્સે 8 થી 10 કલાકની ગાઢ ઊંઘ લેવી જ જોઈએ.
ઓછી ઊંઘના કારણે આપણને અનેક પ્રકારની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જેમાં થાઈરૉઈડ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કૉલેસ્ટ્રોલ, મોટાપો, તણાવ અને સ્કિન સમસ્યા વગેરે સામેલ છે.
વધારે ઊંઘવું પણ તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક નીવડી શકે છે. જે મોટાપો, હાર્ટ સબંધિત સમસ્યા, માથામાં દુખાવો અને બૉડી પેઈન વગેરેનું કારણ બની શકે છે.
ગાઢ ઊંઘ માટે તમારે રાતે સૂતા પહેલા હળવો ખોરાક લેવો જોઈએ. આ સાથે જ ખાવા અને સૂવા વચ્ચે 2 કલાકનું અંતર અચૂક રાખવું જોઈએ.
દરરોજ રાતે સૂતા પહેલા 10 મિનિટ મેડિટેશન કરવું જોઈએ. જેનાથી તમારું મગજ અને મન શાંત રહેશે. જેના પરિણામે તમને પથારીમાં પડતા વેંત ગાઢ ઊંઘ આવી જશે.