સામાન્ય રીતે, આજકાલ આપણે જ્યારે પણ ભોજન કરીએ છીએ, ત્યારે તેને ગરમ કરીને ખાવું પસંદ કરીએ છીએ. જો કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે યોગ્ય નથી. ખોરાકને ફરીથી ગરમ કરવાથી તેના પોષક તત્વો નષ્ટ થઈ જાય છે. તો ચાલો એવા ફૂડ પર નજર નાંખીએ, જેને ફરીથી ગરમ કરવાથી તમારી તબિયત લથડી શકે છે.
ભાતને ફરીથી ગરમ કરીને ખાવાથી કેટલીક મુશ્કેલીઓ થઈ શકે છે. આમ કરવાથી પેટમાં ગેસ, ઉલ્ટી અને ફૂડ પોઇઝનિંગનો ખતરો વધી જાય છે.
પાલકમાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે હોય છે. જ્યારે તમે તેને ફરીથી ગરમ કરો છો, ત્યારે તેમાંથી નાઇટ્રાઇટ મુક્ત થાય છે, જેના પરિણામે કેન્સર થઈ શકે છે.
મશરૂમમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. તેને ફરીથી ગરમ કરવાથી અપચો, પેટમાં દુખાવો અને ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ચિકનને ફરીથી ગરમ કરીને ખાવાથી પેટ ભારે થઈ શકે છે અને તેનાથી ઝડપથી વજન વધી શકે છે
ચિકનની જેમ જ, બાફેલા કે તળેલા ઇંડાને પણ ફરીથી ગરમ કરીને ન ખાવા જોઈએ. જેનું કારણ એ છે કે, તેને પચાવવામાં ઘણો સમય લાગે છે.
બટાકાને ફરીથી ગરમ કરીને ખાવાથી તમારા પાચન પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી જ્યારે પણ ખાઓ, તેને માત્ર એક જ વાર ગરમ કરો.