લોકોને પનીર ખાવું ઘણું પસંદ હોય છે. તે શરીરને એનર્જી પ્રદાન કરે છે અને આપણા સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. જો કે જરૂરિયાત કરતાં વધારે પનીરનું સેવન કરવાથી ઘણાં નુકસાન પણ થઈ શકે છે.
પનીરમાં ચરબી (ફેટ) અને કેલરીની માત્રા વધુ હોય છે. જેના કારણે જો તેનું વધુ સેવન કરવામાં આવે તો તમારું વજન વધી શકે છે
પનીરમાં ફેટ અને કોલેસ્ટ્રોલની માત્રા વધારે હોય છે. જેના પરિણામે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી શકે છે, જે હૃદય રોગો (હાર્ટ ડિસીઝ) માટે જોખમી બની શકે છે.
પનીરમાં ફાઇબરની ઉણપ હોય છે. પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે પનીરને પચાવવામાં પણ સમય લાગે છે. જો વધારે પનીર ખાવામાં આવે તો કબજિયાત, ઝાડા, પેટ ફૂલવું અને એસિડિટી જેવી પાચન સબંધિત સમસ્યાઓ થઈ શકે છે
પનીરમાં કેલ્શિયમની માત્રા વધુ હોય છે. શરીરમાં કેલ્શિયમની આ અધિકતાને કારણે કિડનીમાં પથરી બનવાનું જોખમ વધી શકે છે
પનીરમાં સોડિયમની માત્રા વધારે હોઈ શકે છે. આ કારણોસર પનીર હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે હાનિકારક છે.
કાચું પનીર વધારે માત્રામાં ખાવાથી ઈન્ફેક્શનનું જોખમ વધી શકે છે. ખાસ કરીને જો પનીર વ્યવસ્થિત અને ચોખ્ખી જગ્યાએથી ખરીદવામાં ન આવ્યું હોય, તો આ જોખમ વધે છે.