શરીર માટે વિટામિન B-12 કેટલું મહત્વનું છે? જાણો


By Vanraj Dabhi12, Aug 2024 03:17 PMgujaratijagran.com

વિટામિન B-12

જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ વિટામિન્સ B12ની જરૂરિયાત પણ વધતી જાય છે. વિટામિન B-12 સ્વાસ્થ્ય માટે ઘણા કારણોસર ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ.

શા માટે મહત્વપૂર્ણ છે?

હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનના તારણો અનુસાર, શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન B12 ન મળવાથી યાદશક્તિ, હૃદયરોગ, બિનઆરોગ્યપ્રદ રક્ત કોશિકાઓ, હાથ કે પગમાં નિષ્ક્રિયતા આવે છે.

વૃદ્ધત્વ અટકાવે

અમેરિકાની ઓરેગોન યુનિવર્સિટીના સંશોધન અનુસાર, વિટામિન બી 12 ત્વચાના સ્વાસ્થ્યમાં કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. વૃદ્ધાવસ્થાને રોકવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

હૃદયનું સ્વાસ્થ્ય સારું રહેશે

વિટામિન B-12ની ઉણપને કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ જાય છે.

રોશની વધારે

વિટામિન B-12 એક વિટામિન છે જે આંખોને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તેની ઉણપથી આંખોને પણ નુકસાન થઈ શકે છે.

ઊર્જા આવે છે

વિટામિન B-12ની ઉણપથી વારંવાર થાક, નબળાઈના કારણે શરીરની એનર્જી ઓછી થવા લાગે છે.

મગજની સમસ્યા

શરીરમાં વિટામીન B-12ની ઉણપથી મગજની સમસ્યા થઈ શકે છે.

ભૂખ ન લાગવી

શરીરમાં વિટામીન B-12ની ઉણપથી ભૂખ ઓછી લાગે છે. જેના કારણે વજન પણ ઘટી શકે છે.

વાંચતા રહો

આ કારણોસર શરીર માટે વિટામિન B-12 મહત્વપૂર્ણ છે. સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અન્ય માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શું વિટામીનની ઉણપના કારણ પણ માથાનો દુઃખાવો થઈ શકે છે??