માથાની નસોમા થતા દુખાવાને દૂર કરતા આ રહ્યા ઉપાયો


By Prince Solanki01, Jan 2024 04:25 PMgujaratijagran.com

માથાની નસો

માથાની નસોમા થતા દુખાવાના કારણે આખુ માથુ ખૂબ જ દર્દ કરે છે. ચલો જાણીએ કે માથાની નસોમા થતા દુખાવાને કંઈ રીતે દૂર કરી શકાય.

એક્સપર્ટની સલાહ

ડોં જયેન્દ્ર યાદવના કહ્યા પ્રમાણે માથાની નસોમા દુખાવો ચડતા તેના કારણે પૂરો માથાનો ભાગ દુખાતો હોય છે, જેથી તેનો ઈલાજ કરવો જરુરી છે.

કારણો

પેટમા ગેસ, ઊંઘની ઉણપ, તણાવ, માઈગ્રેન, ઈજા વગેરેને કારણે માથાની નસોમા દુખાવો થઈ શકે છે.

શેક કરો

માથાની નસોમા થતા દુખાવાથી છૂટકારો મેળવવા તમે ગરમ પાણીથી કપડાંની મદદથી માથાના ભાગનો શેક કરી શકો છો. આ ઉપરાંત સ્નાન માટે તમે નવસેકા ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.

આદુની ચા

આદુની ચા પીવાથી માથાની નસોમા થતા દુખાવામા રાહત મળે છે. આદુમા રહેલા એંટી ઈફ્લેમેટરી ગુણ રહેલા હોય છે જે માથાની નસોના દુખાવામા રાહત આપે છે.

તેલથી માલિશ કરો

માથાની નસોમા થતા દુખાવામાથી રાહત મેળવવા માટે તમે સરસોના તેલથી માથામા માલિશ કરી શકો છો. તેમા એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે, જે દુખાવામા રાહત આપે છે.

કાવો પીવો

માથાની નસોમા થતા દુખાવાથી રાહત મેળવવા માટે તજ, કાલી મિર્ચ અને મધનો કાવો બનાઈને પીઓ. આ કાવો પીવાથી પેટમા જમા થયેલા ગેસને દૂર કરે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સૂંઠના સેવનથી મળે છે આ અનેક ફાયદા