સૂંઠના સેવનથી મળે છે આ અનેક ફાયદા


By Prince Solanki01, Jan 2024 01:37 PMgujaratijagran.com

સૂંઠ

દરેક ઘરમા સૂંઠનો ઉપયોગ થાય છે. તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેના ઉપયોગથી ઘણી સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાઓ દૂર થાય છે. ચલો જાણીએ.

કફને બહાર કરે

શરદી તાવથી છૂટકારો મેળવવા માટે તમે સૂંઠનુ સેવન કરી શકો છો. તે છાતીમા જમા થયેલા કફને દૂર કરે છે.

ગેસનો ઈલાજ

સૂંઠના સેવનથી ગેસ અને તેના કારણે થતા દુખાવાથી છૂટકારો મળે છે. આ માટે તમે સૂંઠના પાઉડરને નવસેકા ગરમ પાણીમા નાખીને તેનુ સેવન કરો.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

સૂંઠમા એંટી બોયોટીક અને એંટી ઈફ્લેમેટરી ગુણ હોય છે. દૂધની સાથે સૂંઠના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે.

ભૂખ વધારે

સૂંઠને સૈંધાના મીઠાની સાથે સેવન કરવાથી ભૂખ ન લાગવાની સમસ્યા દૂર થાય છે. તે ભૂખ વધારવામા મદદ કરે છે.

માથાનો દુખાવો ઓછો કરે

સૂંઠમા ભરપૂર માત્રામા આયરન હોય છે, જે શરીરમા લોહીના પરિભ્રમણને યોગ્ય બનાવે છે. તેના સેવનથી માથાનો દુખાવો અને માઈગ્રેનની સમસ્યા દૂર થાય છે.

કોલેસ્ટ્રોલ ઘટાડે

સૂંઠના સેવનથી શરીરમા બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમા રહે છે. તેનાથી હાર્ટ પણ હેલ્ધી રહે છે.

સાંધાનો દુખાવો દૂર કરે

જે લોકોને સાંધાનો દુખાવો થાય છે , તે લોકોએ સૂંઠનુ સેવન કરવુ જોઈએ. સાંધાના દુખાવામા સૂંઠ ફાયદાકારક છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

પેશાબમા થાય છે બળતરા? આ ઉપાય અપનાવો