ઘણીવાર પુરુષ અને મહિલાઓ બન્નેને પેશાબમા બળતરાની સમસ્યા થતી હોય છે. સામાન્ય રીતે આ સમસ્યામા સૌથી પહેલા ડોક્ટર પાસે જવુ જોઈએ, પરંતુ કેટલાક ઘરેલૂ ઉપાયથી તમે આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.
જો તમને પેશાબમા બળતરા થતી હોય તો સૌથી પહેલા તમારે વધારે માત્રામા પાણી પીવુ જોઈએ. ક્યારેક બળતરાનુ કારણ ડિહાઈડ્રેશન પણ હોય શકે છે. જેથી પોતાને હાઈડ્રેટ રાખો.
પેશાબમા થતી બળતરાના કારણે તમે નારિયેળ પાણીનુ સેવન કરી શકો છો. તેમા ઈલેક્ટ્રોલાઈટ અને સોડિયમની સારી એવી માત્રા હોય છે.નારિયેળ પાણી પીવાથી પીએચના લેવલને સુધારી શકાય છે.
લીંબુ પાણીના કારણે તમે પેશાબમા થતી બળતરાથી છૂટકારો મેળવી શકો છો. લીંબુમા એંટી બેક્ટેરિયલ ગુણ અને વિટામિન સી સારી એવી માત્રામા હોય છે. તે પીએચ લેવલને નિયંત્રણ કરે છે.
ગોળમા એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે. એવામા જો તમે ગોળની સાથે ગરમ પાણી પીઓ છો તો તે શરીરમા રહેલા ખરાબ બેક્ટેરિયાને બહાર નીકાળે છે. જેનાથી પેશાબની બળતરાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
આંબળાનો જ્યૂસ સુપરફૂડની જેમ કામ કરે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારવાનુ કામ કરે છે. આંબળાના સેવનથી પેશાબની બળતરાની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
પેશાબમા થતી બળતરાથી રાહત મેળવવા માટે તમે ચોખાના પાણીનુ સેવન કરી શકો છો. ચોખાનુ પાણી બનાવવા માટે તમારે ચોખાને પાણીમા પલાળીને થોડીવાર માટે રાખવા પડશે.
એપ્પલ સાઈડર વિનેગર પેશાબમા થતી બળતરામાથી રાહત આપે છે. તેમા ઘણા એંટી ફંગલ અને એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે, તે બેક્ટેરિયા અને ફંગસને ખતમ કરવાનુ કામ કરે છે.