મધને ઘણું ગુણકારી માનવામા આવે છે. આના સેવનથી શરીરને ઘણા સ્વાસ્થ્ય લાભ મળે છે. એવામા આપણે અલગ અલગ પ્રકારના મધનું સેવન કરીએ છે. પણ તમે જાણો છો મધને આ વસ્તુઓ સાથે ભૂલથી પણ ના ખાવું જોઈએ. ચાલો જાણીએ આયુર્વેદીક ડોક્ટર દીક્ષા ભાવસારથી જેઓ આ વસ્તુઓને મધ સાથે ખાવાની સલાહ આપતા નથી.
ઘણા લોકો મધનું સેવન ગરમ પાણી સાથે કરે છે, આ કરવું બિલકુલ હિતાવહ નથી. મધને ગરમ પાણી કે કોઈ પણ ગરમ વસ્તુ જોડે ના લેવું જોઈએ.
એક્સપર્ટના કહેવા પ્રમાણે, જ્યારે પણ તમે ગરમ વાતાવરણમા કામ કરો છો, ત્યારે મધના સેવન કરવાથી બચવું જોઈએ. આ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
મધને ક્યારેપણ સરસવ, ઘી, ગરમ અને મસાલેદાર ભોજન સાથે ના ખાવું જોઈએ. આને સ્વાસ્થ્ય માટે સારુ માનવામા નથી આવતું.
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો 1 ચમચી મધને એક નોર્મલ ગ્લાસમાં મેળવીને પી શકો છો. આવું કરવાથી વેઈટ લોસ કરવામા મદદ મળે છે.
1 ચમચીમાં થોડી હળદર, અને કાળી મરી મીક્સ કરીને આનું સેવન કરવાથી શરદી-ખાંસીમા રાહત મળે છે, અને આનાથી ઈમ્યુનીટી પણ સારી થાય છે.
મધમાં એન્ટી બેક્ટેરીયલ, એન્ટી ઈન્ફલામેટરી અને એન્ટી ઓક્સીડન્ટ ગુણોથી ભરપૂર હોય છે, આવામાં મધનું સેવન કરવાથી શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ મળે છે.
સાચી રીતે મધનું સેવન કરવાથી મધના ઘણાં ફાયદા મેળવી શકાય છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર જરૂર કરો, અને આવીજ અન્ય રસપ્રદ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.