શ્રદ્ધા કપૂરની ફિટનેસ સિક્રેટ્સ: કેવી રીતે રાખે છે તે એક સ્લિમ બોડી?


By Smith Taral17, Aug 2024 01:18 PMgujaratijagran.com

શ્રદ્ધા કપૂર તેની નવી ફિલ્મ 'સ્ત્રી 2' સાથે ફરી એક વાર થિયેટરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. તેના એક્ટિંગ સાથે તેની ફિટનેસને લઇને પણ શ્રદ્ધા ચર્ચામાં રહેતી હોય છે. આવો જાણીએ શ્રદ્ધા પોતાનું સ્વસ્થ અને સ્લિમ બોડી જાળવી રાખવા માટે શું કરે છે?

લાઈફસ્ટાઈલ ફિટનેસ

શ્રદ્ધા કપૂર માત્ર એક્ટિંગમાં જ નહિ, પરંતુ ફિટનેસમાં પણ બરાબર ડેડીકેટેડ રહે છે. તેના સ્લિમ ફિગરનું એક રહસ્ય છે એ છે કસરત. તે કસરતને પણ એટલીજ ગંભીરતાથી લે અને નિયમિત રીતે રુટીનમા કસરતને સ્થાન આપે છે.

યોગના લાભો

યોગામાં શ્રદ્ધા ગાઢ વિશ્વાસ ધરાવે છે. યોગાસનોથી તે પોતાની પેટના તંદુરસ્તી જાળવી રાખે છે. યોગના પ્રત્યેક પોઝ સાથે પાચન શક્તિમાં વધારવામાં મદદ કરે છે.

વ્યક્તિગત વર્કઆઉટ રુટીન

શ્રદ્ધા કપૂર કોઈ સામાન્ય વર્કઆઉટ નથી કરતી; તે પોતાના માટે અનુકૂળ એવો વ્યક્તિગત વર્કઆઉટ પ્લાન બનાવે છે.

ઘરે રાંધેલું ભોજન

શ્રદ્ધા ખૂબ ફૂડી છે, પણ તે ઘરનું ખાવાનું વધારે પસંદ કરે છે. ઘરનું ખાવાનું માત્ર સ્વાદિષ્ટ જ નહિ, પણ સ્વસ્થતા અને ઉત્સાહ સાથે પણ જોડે છે.

નેચરલ મેટાબોલિઝ્મ

શ્રદ્ધા કપૂરને નેચરલ મેટાબોલિઝ્મનો આશીર્વાદ છે જે તેને સ્વસ્થ અને તંદુરસ્ત અને સ્લિમ બોડી જાળવવામાં મદદ કરે છે.

સ્કિનકેર માટે હળદરનું તેલ ઘરે કેવી રીતે બનાવવું?