હળદરનું તેલ એ એક પ્રાકૃતિક ઉપચાર છે જે ત્વચાને સ્વસ્થ અને તેજસ્વી રાખવા માટે ઉપયોગી છે. આ તેલને તમારા ડેઇલી સ્કિનકેરમાં સામેલ કરી શકો છો. આવો જાણીએ તેને બનાવાની રીત વિશે
હળદરમાં રહેલું કર્ક્યુમિન અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો ત્વચાની બળતરાને ઘટાડે છે અને ખીલને દૂર કરે છે, અને ત્વચાને તેજસ્વી બનાવે છે.
ઘરે હળદરનું તેલ બનાવવા માટે, તમને ઓર્ગેનિક હળદર પાવડર, કેરિયર તેલ (નાળિયેર અથવા જોજોબા) અને લવંડર જેવા તેલની જરૂર પડશે
કેરિયર તેલમાં હળદર પાવડર ઉમેરો અને 30 મિનિટ સુધી ધીમા ગેસ પર ગરમ કરો. ઠંડુ થયા પછી, તેને ગાળી અને કાચની બરણીમાં ભરી લો
આ તેલ ખીલને દૂર કરે છે અને ધીમે ધીમે ડાઘને ઘટાડવામાં પણ મદદ કરે છે. તેના નિયમિત ઉપયોગથી ત્વચા સારી રહે છે.