સ્કિન પર જોઈએ છે ઈન્સ્ટન્ટ ગ્લો, તો ચહેરા પર લગાવો ઘરે જ બનેલું કિવી ફેસપેક


By Sanket M Parekh28, Oct 2023 04:49 PMgujaratijagran.com

ચમકતો ચહેરો

દરેક જણ ઈચ્છે છે કે, તેમનો ચહેરો ચમકતો જ રહે. આ માટે તેઓ અવનવા ઉપાયો અજમાવતા હોય છે. મોંઘી બ્યૂટી પ્રોડક્ટ્સ પાછળ રૂપિયા વેડફતા હોય છે.

ઘરગથ્થુ નુસખો

એવામાં આજે અમે તમને એક એવા ઘરેલુ નુસખા વિશે જણાવીશું, જેને અપનાવવાથી ચહેરો ચાંદની જેમ ચમકવા લાગશે.

કિવી

કિવી, આ વિદેશી ફળના અનેક ફાયદા છે. હેલ્થની સાથે-સાથે સ્કિન માટે પણ કિવી ખજાનાથી કમ નથી.

વિટામિન-સી

કિવી વિટામિન-સીનો સારો સ્ત્રોત મનાય છે. જે સ્કિનને ફ્રેશ રાખે છે અને ગ્લો આપે છે.

એન્ટી ઑક્સીડેન્ટ

કિવીમાં રહેલ એન્ટી ઑક્સીડેન્ટ્સથી સ્કિનમાં નિખાર આવે છે.

ફેસપેક

કિવીનું ફેસપેક ઘરે પણ બનાવી શકાય છે. આ માટે સૌ પ્રથમ કિવીના નાના-નાના ટૂકડા કરીને તેની જેલ બનાવી લો.

ચહેરા પર લગાવ

હવે આ જેલમાં એક ચમચી મધ અને થોડું દહી મિક્સ કરીને ફેસપેક તૈયાર કરો. જેને ચહેરા પર લગાવીને 15-20 મિનિટ સુધી રાખ્યા બાદ ધોઈ નાંખો.

સ્કિન મોઈશ્વરાઈઝ

જેનાથી સ્કિન મોઈશ્વરાઈઝ રહેશે અને ગ્લો કરવા લાગશે. આ ફેસપેકને સપ્તાહમાં 3 વખત ઉપયોગ કરવો જોઈએ.

આંખોની કાળજી રાખવા માટે કયાં ખોરાકનું સેવન કરવું જોઈએ, ચાલો જાણીએ